ડાબા હાથની પ્રથમ આંગળીમાં શાહીનું નિશાન હયાત હોય તેવા મતદારો જોગ

ભુજ, તા. 22 : નગરપાલિકા વોર્ડ નં. છની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીને ધ્યાને લઈ ડાબા હાથની પ્રથમ આંગળીએ મતદાન કર્યાનું નિશાન હયાત હોય તો ડાબા હાથની વચ્ચેની આંગળીએ નિશાન કરવાનું રહેશે. તા. 23/4ના યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીના અનુસંધાને ભારતના ચૂંટણીપંચ દ્વારા અપાયેલી સૂચના મુજબ તાજેતરમાં ભુજ નગરપાલિકામાં વોર્ડ નં. છની પેટા ચૂંટણી યોજાઈ હતી. તે વખતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા મતદારોના ડાબા હાથની પ્રથમ આંગળીએ મતદાન કર્યાની ઓળખ અન્વયે અવિલોપ્ય શાહીથી નિશાન કરાયું છે. જેને લાંબો સમય થયેલ ન હોઈ હજુ સુધી આ નિશાન હયાત હોવાની સંભાવના હોવાથી મતદારની ઓળખ કરવામાં વિવાદ ન થાય તે હેતુથી હાલે તા. 23/4ના યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી દરમ્યાન આવા મતદારોને ડાબા હાથની પ્રથમ આંગળી પર અગાઉ મતદાન કર્યાનું નિશાન હોય તેવા ડાબા હાથની પ્રથમ આંગળીના બદલે ડાબા હાથની વચ્ચેની આંગળી પર નિશાન કરવાનું રહેશે. જે અંગે સંબંધિત મતદારો તથા ચૂંટણી ફરજ પરના સ્ટાફે નોંધ લઈ અમલવારી કરવી. આ ઉપરાંત તા. 23ના યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી-19ના મતદાનના દિવસે મતદારોને સક્રિય ભાગ લેવા તથા દેશના મહા તહેવારમાં સામેલ થવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રેમ્યા મોહન દ્વારા અનુરોધ કરાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer