વડાપ્રધાનની જીવનયાત્રા દર્શાવતી ચિત્ર ડોક્યુમેન્ટરી

વડાપ્રધાનની જીવનયાત્રા દર્શાવતી ચિત્ર ડોક્યુમેન્ટરી
ભુજ, તા. 20 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાવર્ગના ચહિતા બન્યા છે. એમનું વ્યક્તિત્વ દરેક યુવાનને  આકર્ષે છે અને તે આ વર્ગ માટે કંઇક નવું પ્રયોજવા પ્રેરણા પણ આપે છે. ભુજના જાણીતા ચિત્રકાર સંજય ગોહિલ એ યુવાનો પૈકીના છે. સંજય ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવનયાત્રા દર્શાવતી ચિત્રશ્રેણી તૈયાર કરી છે. 2ડ5 ફૂટની સાઇઝનાં ચાલીસ ચિત્રોની આ શ્રેણીમાં શ્રી મોદીના જન્મસ્થળ વડનગરથી શરૂ કરી એમણે જ્યાં અભ્યાસ કર્યો તે શાળા, એમના આદર્શ સ્વામી વિવેકાનંદથી માંડીને તેમની આરએસએસના કાર્યકરથી લઇ વડાપ્રધાન સુધીની યાત્રા દર્શાવાઇ છે, તો તેમના ગુજરાતના મુખ્યમંત્રી તથા વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમની યાદગાર યોજનાનો પણ આ ચિત્રોમાં સમાવેશ કરાયો છે. શ્રી ગોહિલે તૈયાર કરેલાં ચિત્રોની પરેશ કપ્ટાએ  લીધેલી તસવીરો તેઓ તા. 20મી એપ્રિલથી 19મી મે સુધી  દરરોજનું એક ચિત્ર સોશિયલ મીડિયાની સાઇટો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર મૂકશે. આ ચિત્રો દ્વારા વડાપ્રધાનની જીવનયાત્રા સોશિયલ મીડિયા  મારફતે દેશભરના તેમના ચાહકો જોઇ શકશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer