દુર્ગાપુરમાં વરસાદ ન પડે ત્યાં સુધી ઢોરવાડો ચાલુ રહેશે

દુર્ગાપુરમાં વરસાદ ન પડે ત્યાં સુધી ઢોરવાડો ચાલુ રહેશે
કાઠડા (તા. માંડવી), તા. 20 : હાલ અપૂરતા વરસાદના કારણે અછતની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે જૈન સમાજ તથા ગામલોકોના સહયોગથી રખડતા અને નિરાધાર પશુઓ માટે ઢોરવાડાનો પ્રારંભ અગ્રણીઓના હસ્તે કરાયો હતો. અને જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી આ ઢોરવાડો ખુલ્લો રાખવાની જાહેરાત કરાઈ હતી. પ્રારંભે શામજીભાઈ ધોળુ, રતનશીભાઈ વેલાણી, વસંતભાઈ શાહ, આતુભાઈ મહેશ્વરી, પ્રવીણભાઈ વેલાણી, દેવચંદભાઈ ચૌધરી, ભરતભાઈ મહેતા (ધારાશાત્રી), ભરતભાઈ શાહ, ભાવનાબેન જોષી (સરપંચ), વગેરે અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. જેમાં અગ્રણીઓએ સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, હાલ દુષ્કાળની પરિસ્થિતિમાં પશુધનને બચાવવા સર્વે સહયોગ આપશે તો દુષ્કાળની અસર ગામ સુધી નહીં આવે. જેને ગામલોકોએ વધાવી લીધું હતું. જે પેટે રૂા. એક લાખ શામજી લધા ધોળુ, રૂા. 25,000 પાટીદાર સતપંથ સમાજ, રૂા. 11000 જેઠીબેન પ્રેમજી લીંબાણી, રૂા. 10000, માંડવી-મુંદરા ધારાસભ્ય, રૂા. 11000 દુર્ગા મિત્રમંડળ, 11000 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ, 11000 જુમા સામજી કન્નડ પરિવાર તથા જુદા-જુદા સમાજો અને ગામલોકો દ્વારા રોકડ તથા લીલો ચારો આપવાની જાહેરાત કરાઈ હતી. ગૌસેવા માટે કાયમ તત્પર રહેતા આતુભાઈ કન્નડ, જયંતીલાલ જોષી, વિશનજી જોષીનું સન્માન અગ્રણીઓના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં કમલેશભાઈ શીરોખા, મોહનલાલ સેંઘાણી, હિમતભાઈ સેંઘાણી, પ્રકાશભાઈ શાહ, વસંતભાઈ સુથાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ભરતભાઈ મહેતા (એડવોકેટ-નોટરી)એ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer