નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રોજેક્ટ

નર્મદા કેનાલ પર સોલાર પાવર પ્રોજેક્ટ
ગાંધીધામ, તા. 20 : અંજાર-આદિપુર હાઈવે પર બની રહેલી નર્મદા કેનાલ પર આદિપુરના વિદ્યાર્થીઓએ કેનાલ હેડ સોલાર પાવર પ્લાન્ટનું મોડેલ તૈયાર કર્યું છે. તોલાણી એફ.જી. પોલીટેકનિક એસ.એફ.આઈ. ઈલેક્ટ્રિકલ એન્જિનીયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ બનાવેલું કેનાલ હેડ સોલાર પાવર પ્લાન્ટ (એટ અંજાર આદિપુર હાઈવે) પ્રોજેક્ટ પ્રદર્શનમાં પ્રથમ વિજેતા નીવડયો હતો. આ અભ્યાસક્રમમાં અંતિમ વર્ષમાં એક સ્થાનિક મુદ્દા કે પ્રશ્નોને અનુરૂપ મોડેલ બનાવવાનું હોય છે. જેનું પાછળથી ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. દ્વારા પ્રદર્શન યોજવામાં આવે છે. જેમાં ભોંસલે રાહુલ એલ., ચગસોતા ચિંતન વી., ચંદ્રસેન અનુરાગ એસ., ગોહેલ હરિશ્ચંદ્ર જે., પરમાર પાર્થ એમ.એ અંજાર-આદિપુર હાઈવે પર પસાર થતી નર્મદા કેનાલ પર કેનાલ હેડ સોલાર પાવર પ્લાન્ટનું મોડેલ બનાવ્યું હતું. આ પાવર પ્લાન્ટના મોડેલથી વિદ્યુત કેનાલ પર કઈ રીતે ઉત્પન્ન કરી શકાય તે દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓને આચાર્ય જે.કે. રાઠોડે આવકાર્યા હતા. વિદ્યાર્થીઓને પ્રો. કશ્યપ ગાંધી અને પ્રો. મનીષ ચાવડાએ માર્ગદર્શન પૂરું પાડયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer