માંડવી બંદરના બંધ થયેલા વિકાસ અને રેલવે સુવિધા ચાલુ કરાવવા માંગ થશે

માંડવી બંદરના બંધ થયેલા વિકાસ અને રેલવે સુવિધા ચાલુ કરાવવા માંગ થશે
માંડવી, તા. 20 : અહીંની વેપારી સંસ્થા કચ્છ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ; ઇન્ડસ્ટ્રીઝ ચેરિટેબલ ?ટ્રસ્ટની ચૂંટણીમાં સતત ચોથી ટર્મ માટે 2024 સુધી સર્વાનુમતે પ્રમુખ વાડીલાલ દોશી તથા તેમની ટીમ ઉપપ્રમુખપદે પારસભાઇ?શાહ, માનદમંત્રી નરેન્દ્રભાઇ સુરુ, ખજાનચી ચંદ્રસેનભાઇ કોટકની સર્વાનુમતે નિયુક્તિ કરાઇ હતી. સતત ચોથી ટર્મ માટે ચૂંટાતા પ્રમુખ વાડીલાલ દોશીએ જણાવ્યું કે, આપણી જવાબદારી વધી જાય છે. વર્ષોથી શહેરના વિકાસને અવરોધતા માંડવી બંદરનો બંધ થયેલો વિકાસ તથા રેલવે સુવિધાની વર્ષોથી માગણી બાદ પણ સેવાથી વંચિત છે તે ચાલુ કરાવવા વધારે પ્રયત્નો સાથે  વેપારી આલમને  કનડતા પ્રશ્નો, શિક્ષણ, આરોગ્ય, માનવ રાહતના પ્રશ્નો સહિત જીવદયાના કાર્યોને વધારે  મહત્ત્વ આપવા માટે પૂરતા-પ્રમાણિક પ્રયત્નો કરાશે. સાથે યુવા સભ્યોને  સેવાકીય પ્રોજેક્ટમાં વધારે જોડવામાં આવશે. પ્રથમ કારોબારીના 16 સભ્યો જનરલ સભામાંથી નિમાયા હતા.  પ્રારંભે માનદ્મંત્રી નરેન્દ્ર સુરુએ આગામી 28મી રવિવારે યોજાનારા કેલ્શિયમના કેમ્પની માહિતી આપી હતી. પ્રમુખ શ્રી દોશીએ લીલા ચારા નીરણ પ્રોજેક્ટની માહિતી આપી હતી અને હિસાબો પણ જાહેર કર્યા હતા. માંડવી ચેમ્બરની ચૂંટણીની નિમણૂક દરમ્યાન પારસભાઇ શાહ, ચંદ્રસેનભાઇ કોટક, જેન્તીભાઇ?શાહ, અરવિંદભાઇ ગાલા, નવીનભાઇ બોરીચા, મહેશભાઇ લાકડાવાલા, દિનેશભાઇ કોટક, નાનાલાલ દોશી સહિતનાઓએ  રચનાત્મક સૂચનો કર્યાં હતાં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer