માનકૂવામાં ઝેરી જંતુનાશક દવા પી યુવાને કોઇ કારણે મોત નોતરી લીધું

ભુજ, તા. 20 : તાલુકાના માનકૂવા ગામે ડાકડાઇ વિસ્તારમાં રહેતા રવજી આમદ કોળી (ઉ.વ.36)એ કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે તાલુકાના રેહા ગામના 19 વર્ષની વયના ભાવેશ પ્રેમજી વાઘેલા નામના દેવીપૂજક યુવકનું ભુજમાં પડી જવાથી મૃત્યુ થયું હતું.  પોલીસે આપેલી માહિતી મુજબ માનકૂવામાં રવજી કોળીએ ગત સોમવારે બપોરે ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. સારવાર દરમ્યાન ભુજની જનરલ હોસ્પિટલમાં આજે સંઘ્યા સમયે તેણે દમ તોડયો હતો. મરનારે કયા કારણે આ પગલું ભર્યું તેના કારણો સહિતની તપાસ માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને હાથ ધરી છે. જ્યારે ભુજમાં સંતોષી માતાના મંદિરથી વી.ડી. હાઇસ્કૂલ તરફ જતા રોડ ઉપર કોઇ કારણે પડી જવાના કારણે રેહા ગામના ભાવેશ વાઘેલાને મોત આંબી ગયું હતું. ઇલેકટ્રીકની દુકાનમાં નોકરી કરતા આ હતભાગી સાથે આજે સંધ્યા સમયે આ જીવલેણ ઘટના બની હતી. તેમ પોલીસે ઉમેર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer