કચ્છ ભાજપનું સંગઠન ચૂંટણીજંગ માટે સજ્જ

ભુજ, તા. 20 : લોકસભા ચૂંટણીને લઈને સમગ્ર કચ્છમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છ.ઁ  જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એકજૂટ બનીને દિવસોથી ચૂંટણીની તૈયારીઓમાં પરોવાઈ ગયું છે. કચ્છ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત તમામ સંમેલનો અને સભાઓમાં કચ્છવાસીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. આમ ભારતીય જનતા પક્ષે ચૂંટણી પૂર્વે જ કચ્છની જનતાનું જબરદસ્ત સમર્થન મેળવ્યું હોવાનો એક યાદીમાં દાવો કરાયો છે.  એક યાદી અનુસાર જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે સતત પ્રચાર પ્રવાસમાં સક્રિય રહીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. લખપત, અબડાસા, નખત્રાણા, ભુજ સહિતના સ્થળોએ કાર્યાલય ઉદ્ઘાટન વેળાએ તેઓએ ઉપસ્થિત રહીને પક્ષના હોદેદારો અને કાર્યકર્તાઓ વચ્ચે ઉતમ સંકલનકર્તાની ભૂમિકા ભજવી સૌને માર્ગદર્શન પુરું પાડયું હતું.  કચ્છ ભાજપના તમામ સોળે સોળ મંડલોની ટીમોએ પોતપોતાના વિસ્તારોમાં અવિરતપણે જનસંપર્ક અભિયાન જારી રાખ્યું છે. સમગ્ર કચ્છના કુલ 1846 બૂથ પરના માઈક્રો મેનેજમેન્ટ માટે પેજ પ્રમુખોની એક વિશાળ ટીમ પક્ષની માર્ગદર્શિકા પ્રમાણે ફળસ્વરૂપ કામગીરી કરવા સંપૂર્ણ તૈયાર છે. સમગ્ર કચ્છમાં કેસરિયો માહોલ વર્તાઈ રહ્યો છે. તેવું ઉમેર્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે વધુમાં કચ્છની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, વિઘ્નો વિરુદ્ધ વિકાસની આ વખતની ચુંટણી દેશના ભવિષ્ય માટે નિર્ણાયક બનનારી છે ત્યારે કચ્છ ભાજપના ઉમેદવાર વિનોદભાઈને ફરી એક વખત કચ્છની સેવાની તક આપી કચ્છના સુંદર ભવિષ્યનું નિર્માણ કરવાની ફરજ સૌની સહિયારી બની રહેશે. કચ્છના પ્રતિનિધિ વિનોદભાઈને ફરી એક વખત મોદીજીની સેનામાં સામેલ કરવા માટે કચ્છ જિલ્લા ભાજપ પરિવાર તન, મન અને ધનથી સખત પરિશ્રમ કરી રહ્યો છે જેના સુખદ ફળો કચ્છની જનતાને નિશ્ચિતપણે મળશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer