ટપ્પરમાં જૂના ઝઘડાને લઈ મારામારી થતાં ચાર ઘવાયા

ગાંધીધામ, તા. 20 : અંજાર તાલુકાનાં ટપ્પર ગામમાં સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે થયેલી બબાલમાં ચાર  જણાને હળવાથી ગંભીર  પ્રકારની ઈજાઓ પહોંચી છે. આ મામલે સામસામી ફોજદારી નોંધાવાઈ છે.પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે મારામારીનો આ બનાવ ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપીઓ મેરામણ લગધીર કોલી, હરિ પ્રેમજી કોલી, માવજી પ્રેમજી કોલી, અરજણ દેવા કોલીએ ફરિયાદી શામજી લગધીર કોલી ઉપર પથ્થર વડે તેમજ ધોકા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.સામા પક્ષે પ્રેમજી દેવા કોલીએ આરોપીઓ શામજી લગધીર કોલી, બીજલ મમુ કોલી અને પાંચા ભચુ કોલી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ફરિયાદી અને સાહેદો મેરામણ અને શામજી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. કુટુંબના જૂના ઝઘડા બાબતે થયેલી બબાલ બનાવ પાછળ કારણભૂત હોવાનું પોલીસે કહ્યંy હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer