ટપ્પરનો દારૂનો ધંધાર્થી પાંચ જિલ્લામાંથી હદપાર

ગાંધીધામ, તા. 20 : દારૂના ગુનામાં સંડોવાયેલા ટપ્પરના કુખ્યાત એક આરોપીને તંત્રે પાંચ જિલ્લામાંથી હદપાર કરવા હુકમ કર્યો  હતો. દુધઈ પોલીસ સ્ટેશનના દારૂના   જુદા-જુદા 13 ગુનામાં સંડોવાયેલો આરોપી શામજી ધના કોળીને સબ ડિવિઝનલ મેજિસ્ટેટે  કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લામાંથી  બે માસ માટે હદપાર કરવા આદેશ કર્યો હતો. દુધઈના પી.એસ.આઈ. કે.વી. લાકોડ  અને સ્ટાફગણે  કુખ્યાત  આરોપીને દ્વારકા મોકલવા કાર્યવાહી હાથ  ધરી હતી.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer