નવી રાવલવાડી વિસ્તારમાં રાત પડેને આવારા તત્ત્વો ધમાલ મચાવતાની રાવ

ભુજ, તા. 20 : શહેરના નવી રાવલવાડી વિસ્તારમાં મોડી રાત્રે લવરમુછિયા યુવાનોની ટોળકી દ્વારા સાયલેન્સર દ્વારા ધડાકા કરીને અવાજનું પ્રદૂષણ કરાતું હોવાની બૂમ ઉઠી છે, આ માટે જાગૃત નાગરિકોએ ખાશ કરીને પોલીસ તંત્રને રાત્રે પેટ્રોલિંગ ગોઠવવા રજૂઆતનું મન બનાવ્યું છે. નાગરિકોએ કહ્યું હતું કે, કેટલાક નબીરાઓ મોડી રાત્રે દરેક શેરીમાં બુલેટમાં ધડાકા સાથે રીતસરની રેલી કાઢે છે, અને ખાસ કરીને હવામાન કચેરી જેવા પ્રતિબંધિત વિસ્તારમાં ધાંધલ- ધમાલ કરતા રહે છે. આ તત્ત્વો પર નિયંત્રણ લાદવા રજૂઆત છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer