કચ્છમાં ચૂંટણી પરિણામ અંગેની કોઇ પણ પ્રકારની આગાહી પર પ્રતિબંધ

ભુજ, તા. 20 : લોકસભા સામાન્ય ચૂંટણી-2019 માટે આગામી તા. 23 એપ્રિલે યોજાનારા મતદાન દરમ્યાન મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીનાં પરિણામ અંગેની કોઇ પણ પ્રકારની આગાહી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં પણ?આગામી 23ના સાંજે 6.30 કલાક સુધી એક્ઝિટ પોલ યોજવા કે કોઇ પણ એક્ઝિટ પોલનાં પરિણામો પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રકાશિત કે  પ્રસારિત કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકપ્રતિનિધિત્વ ધારો 1951ની કલમ 126 (એ)ની જોગવાઇ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રેસ-ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા ચૂંટણી અંગેના કોઇ પણ પ્રકારનાં પરિણામોની આગાહી કોઇ પણ પ્રકારે કરી શકાશે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer