પશ્ચિમી વિક્ષોભની અસર ઓસરી : કચ્છમાં બે દિ'' હીટવેવનો વર્તારો

ભુજ, તા. 20 : કચ્છ સહિત રાજ્યભરમાં વાદળછાયા માહોલ સાથે માવઠાંનું કારણ બનનાર પશ્ચિમી વિક્ષોભની અસર ઓસરતાં આજે પુન: ઉષ્ણતામાપક પારો ઊંચકાવા માંડયો હતો અને વધવા માંડેલી તાપની તીવ્રતા વચ્ચે ફરી સોમવારથી બે દિવસ સુધી કચ્છ સહિત રાજ્યના વિવિધ?ભાગોમાં હિટવેવનો વર્તારો અપાયો હતો. ગુજરાત રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગની વેબસાઇટ પર શનિવારની સાંજે `ઊંચા તાપમાનની ચેતવણી' તળે રાજ્યમાં આવનારા પાંચ દિવસ ગરમીના તીવ્ર મોજાંનો વસમો વર્તારો અપાયો છે. શનિવારે 40.3 ડિગ્રી સેલ્સીયસ સાથે તપેલા સુરેન્દ્રનગરને બાદ કરતાં જિલ્લા મથક ભુજ 40 ડિગ્રી સેલ્સીયસ તાપમાં અમરેલી સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ તપ્યું હતું. બીજી તરફ, રાપર અને ખાવડામાં 39 ડિગ્રી સેલ્સીયસ સાથે વાગડ પંથક અને રણકાંધીના ગામડાઓમાં પણ આજે ગ્રામીણ કચ્છ ઉકળાટમાં અકળાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer