કચ્છના આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં અનેક અધૂરાશો થકી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો તાલ

ભુજ, તા. 20 : કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રાથમિક અને પેટા આરોગ્ય કેન્દ્રોને આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં ફેરવવાની યોજના હેઠળ કચ્છમાં અનેક કેન્દ્રોમાં અધૂરાશો થકી પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો તાલ સર્જાયો છે અને અનેક કેન્દ્રોમાં સ્ટાફ અને સાધનોની અછત પ્રવર્તી રહી છે. કચ્છના 38 પ્રાથમિક, 24 પેટા અને 1 શહેરી પેટા આરોગ્ય કેન્દ્રોમાં તજજ્ઞ સ્ટાફ નથી, તેમ આ કેન્દ્રો પર કેન્સર, ડાયાબિટીસ, એચ.આઈ.વી. જેવા ટેસ્ટ માટે સાધનોની અછત છે, જેના કારણે લોકોને સરકારી યોજનાઓનો પૂરતો લાભ મળી શકતો નથી. આ અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, નિષ્ણાત સ્ટાફ માટે છ માસની તાલીમ લેવી પડે છે. જેમાં નર્સિંગ કોર્સ કરેલા રેગ્યુલર કર્મચારીએ રાજીનામું આપવું પડે તે માટે કોઈ કર્મચારી તૈયાર થતો નથી. આ કેન્દ્રો પર 17 જેટલા વિવિધ નિ:શુલ્ક ટેસ્ટ માટે સાધનો ઉપલબ્ધ છે, પરંતુ  જ્યાં આ સાધનો નથી ત્યાં સાધનોની ખરીદી કરવામાંઆવે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer