જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા મેમાં સમૂહલગ્ન અને જનોઇ યોજવા તૈયારી

ભુજ, તા. 20 : કચ્છ જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજની સામાન્ય સભામાં આગામી તા. 5મી મેના ભુજમાં સમૂહલગ્ન અને સમૂહ જનોઈના થયેલા આયોજનની વિગતો અપાઇ હતી. ભુજ સમાજવાડી ખાતે સામાન્યસભા જિલ્લાના પ્રમુખ ભોગીલાલ આર. વ્યાસના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં સ્વાગત પ્રવચન ખજાનચી દિલીપભાઇ ભટ્ટે કર્યું હતું. ઉપપ્રમુખ વસંતભાઇ વ્યાસે ગત સભાની વિગતો આપી હતી. તા. 5-5ના જિલ્લા કક્ષાએ સમૂહલગ્ન યોજાશે તે અંગેની કન્વીનરો મુકેશ ઉપાધ્યાય તથા હિમાંશુ ત્રિવેદીએ જાણકારી આપી હતી. સભાસદોએ દાતા તરીકે જાહેરાત કરી હતી. આયોજનની ચર્ચામાં પ્રિતમભાઇ રાવલ, ગિરીશભાઇ ત્રિવેદી, કચ્છ જિલ્લાના યુવા પાંખના પ્રમુખ નિગમ વ્યાસ, મહિલા પાંખના અવની જોષી, જિલ્લા સહમંત્રી મહેશ રાવલ, સંગઠનમંત્રી જગદીશ પંડયા, મહેશભાઇ વ્યાસ, યશવંતભાઇ ભટ્ટ, ચંપક રાવલ, જનાર્દન પંડયા, વિપુલ મહેતા, અશોક આચાર્ય, હસ્તિન આચાર્ય, મધુકાંત ત્રિપાઠી, અમિત શુકલ વિગેરેએ ભાગ લઇ સૂચનો કર્યા હતા. આ પ્રસંગે પ્રમુખ શ્રી વ્યાસ તથા ઉપપ્રમુખ શ્રી વ્યાસે ઉદ્બોધન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આભારવિધિ સમિતિના કન્વીનર શ્રી ત્રિવેદીએ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer