ભુજમાં કોરિયોગ્રાફર કોમલ રાબડિયા દ્વારા ફ્રી વર્કશોપ

ભુજ, તા. 20 : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યુ.કે.ની મુલાકાત સમયે વેમ્બલી સ્ટેડિયમમાં `યે હૈ ઈન્ડિયા'થી શરૂઆત કરી સિંગર આલીશા ચિનોઈ સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેલી 70,000 પ્રેક્ષકોને ડાન્સ સાથે ડોલાવનારી મૂળ કેરા અને હાલે યુ.કે. લંડન ખાતે ડાન્સ એકેડેમી ચલાવનારી હોલીવૂડ અને બોલીવૂડ કોરિયોગ્રાફર કોમલ રાબડિયા દ્વારા તા. 21મી એપ્રિલ, 2019, રવિવારના રોજ ભુજમાં તદ્દન ફ્રી ડાન્સિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જે છેલ્લા ત્રણ વર્ષથી તદન ફ્રીમાં કરવામાં આવે છે. ઈન્ડિયન તેમજ વેસ્ટર્ન ડાન્સિંગ સ્ટેપ્સ ખુદ કોમલ રાબડિયા આ ડાન્સરો સાથે ડાન્સિંગ કરીને અવનવા ડાન્સિંગ સ્ટેપ્સનું   માર્ગદશર્ન આપી અને લાઈવ વર્કશોપ કરશે. ભુજ ખાતે તા. 21મી એપ્રિલના રવિવારે ફર્સ્ટ બેચ સવારે 11.00થી 2.00 તથા સેકન્ડ બેચ 6.00થી 7.30 વી.બી.સી. (વાગડ -બે ચોવીસી) હોલ, આર.ટી.ઓ. સર્કલની બાજુમાં, ભુજ ખાતે એક તદ્ન ફ્રી ડાન્સિંગ વર્કશોપનું આયોજન કરાયું છે. વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓએ વોટ્સ એપ પર એન્ટ્રી કરાવવાની રહેશે. હિતેન ચાવડા-94268 35927, હિરેન સોની-93753 20776 તથા હસુ ઠક્કર-94267 88889 પર સંપર્ક કરવો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer