હાટકેશ જયંતીની પૂર્વ સંધ્યાએ ભુજમાં સન્માન સમારંભ યોજાયો

હાટકેશ જયંતીની પૂર્વ સંધ્યાએ ભુજમાં સન્માન સમારંભ યોજાયો
ભુજ, તા. 19 : ભુજના હાટકેશ સેવા મંડળ અને સંલગ્ન સંસ્થા દ્વારા હાટકેશ જયંતીના વિવિધ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ જ્ઞાતિના આગેવાનો વિક્રાંતભાઇ શુકલ, શ્રી માંકડ (જામનગર) અને ત્રિવેણીબેન શુકલ અને ક્ષમાબેન વૈદ્યના વડપણ હેઠળ યોજાયો હતો. પ્રારંભમાં આવકાર વત્સલાબેન શુકલે આપ્યો હતો. પ્રસંગનું મહત્ત્વ પ્રમુખ ઇલાબેન છાયાએ સમજાવ્યું હતું. જનોઇ લેનાર બટુકો નિશાંત ધોળકિયા, ઉદિત ધોળકિયા, દીર્ઘ ધોળકિયા, સ્તવન માંકડ, વિવેક ભટ્ટ અને દક્ષ સમીર વૈદ્યનું સન્માન કરાયું હતું તેમજ ચત્રભુજ શિવજી અંજારિયા ટ્રસ્ટનું વિશેષ સન્માન તુષાર ધોળકિયા અને કિરણભાઇ અંજારીઆએ સ્વીકાર્યું હતું. શિક્ષણ કાવ્યક્ષેત્રે માર્મી શુકલનું અને જ્ઞાતિમાં ટિફિન સેવા આપનાર જોશી શશિકાંતભાઇ પરિવારનું સન્માન મહેમાનો ઉપરાંત જવનિકાબેન પાઠક, હેમાંશુભાઇ અંતાણી, ચંદુભાઇ મુનશી, રમેશભાઇ વૈદ્ય, નર્મદાબેન, જયશ્રીબેન હાથી, કાદમ્બરીબેન, ઇસ્માઇલભાઇ જુણેજા, તસ્મિનભાઇ ધોળકિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંબાજી ખાતે રાત્રિપૂજનમાં જતી બે ટીમના મુખ્ય કાર્યકરોને શુભેચ્છા અપાઇ હતી. હાટકેશ સેવા મંડળની પ્રવૃત્તિઓને બિરદાવતાં મહેમાનોએ આ હાટકેશ દાદાનો પ્રસાદ હોવાનું જણાવ્યું હતું. દશ જેટલા પરિવારને સ્થળ ઉપર કપડાં તેમજ રોકડ પારિતોષિક આપવામાં આવ્યા હતા. મુકેશભાઇ છાયા, ચંદ્રકાંતભાઇ, દવેભાઇ, શ્રી ધોળકિયા, ડો. કોમલબેન હાજર રહ્યા હતા. સ્વ. ભદ્રકિશોરભાઇ ધોળકિયા, સ્વ. પ્રણાલી કેતનભાઇ ધોળકિયા, સ્વ. નટવરલાલ અંતાણી વિગેરેના પરિવાર દ્વારા સહકાર મળ્યો હતો.  આશાબેન, દર્શનાબેન, કલ્પનાબેન વોરા, દર્શીન શુકલ, રમાબેન વિગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન વિભાકર અંતાણીએ કર્યું હતું. આભારદર્શન અલ્કાબેન ત્રિવેદીએ કર્યું હતું. ભુજ ઉપરાંત લખપત હાટકેશ મંદિર ખાતે દીપમાળા યોજાશે તેમજ રવાડી દરમ્યાન તા. 18-4ના ગુજરાતી સાડી સ્પર્ધા યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer