18 ફૂટ લાંબી શિવ-પાર્વતીની મૂર્તિ સ્થાપવા સાધુનો સંકલ્પ

18 ફૂટ લાંબી શિવ-પાર્વતીની મૂર્તિ સ્થાપવા સાધુનો સંકલ્પ
કાઠડા (તા. માંડવી), તા. 18 : સંસારનો ત્યાગ કર્યા બાદ સંતો દરેક જીવમાં શિવનું રૂપ જોતા હોય છે અને સાધના સાથે શિવમય બનતા હોય છે. પણ વાત છે મૂળ પંજાબના અને 25 વર્ષથી કચ્છમાં અને 11 વર્ષથી માંડવી મધ્યે મસ્કા ઓકટ્રોય, ચાર રસ્તા પાસે ચોખુડા હનુમાન મંદિર ખાતે સ્થાયી થયેલા અજિતગિરિ ગુરુશ્રી અવતારગિરિની કે જેઓ માંડવી તાલુકાનાં પાંચોટિયા ગામે પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાંચોટિયાના તળાવકાંઠે હરિદ્વારના હૃષીકેશમાં શિવ-પાર્વતીની પ્રતિમા છે, તેવી જ મૂર્તિની સ્થાપના અહીં કરાય તો અહીં પણ એવું દૃશ્ય ખીલી ઊઠે તેવો વિચાર આવતાં તેઓ પાંચોટિયામાં શિવ-પાર્વતીની પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો. અજિતગિરિ માંડવી સ્થાયી થયા ત્યારે તેમના ભક્ત દ્વારા નાનકડી ઘોડી તેમને ભેટ અપાઈ હતી, જે ઘોડી અને તેનું બચ્ચું વેચીને પાંચોટિયા ગામે શિવ-પાર્વતીની 18 ફૂટ લાંબી પ્રતિમા બનાવવાનું કામ શરૂ કરી દેવાયું. ઘોડી વેચી તથા અમુક પોતાના સ્વભંડોળથી રૂા. 1,35,000નો ખર્ચ કરી દેવાયો અને હવે ભંડોળ ન હોતાં આ ધાર્મિક કાર્યમાં કોઈએ સહયોગી બનવું હોય તો મો. 81287 96979 ઉપર સંપર્ક કરવા અજિતગિરિએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer