ભુજ-ગાંધીધામમાં હાટકેશ પાટોત્સવની ઉજવણી

ભુજ-ગાંધીધામમાં હાટકેશ પાટોત્સવની ઉજવણી
ભુજ/ગાંધીધામ, તા. 18 : હાટકેશ્વર જયંતી નિમિત્તે વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા હાટકેશ્વર પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.  પાટોત્સવની પૂર્વ સંધ્યાએ બુધવારે જ્ઞાતિના હાટકેશ કોમ્પ્લેક્ષમાં જાપાનમાં આંતરરાષ્ટ્રીય બુડો સ્પર્ધામાં વિજેતા થનાર જ્ઞાતિની દીકરીઓ અંજલિ રાજીવભાઈ અંજારિયા અને મહેક બંકીમભાઈ પટ્ટણીનું તેમજ ભુજના છઠા વોર્ડની નગરપાલિકાની પેટા ચૂંટણીમાં જંગી બહુમતીથી ચુંટાઈ આવનાર જ્ઞાતિના ભૌમિકભાઈ એ. વછરાજાનીને સન્માનપત્ર, મોમેન્ટો તેમજ શાલ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જ્ઞાતિને 5,000 કે તેથી વધુનું ડોનેશન આપનાર દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંતમાં જ્ઞાતિજનો દ્વારા ભજવવામાં આવતું નાટક મામેરું મહેતાતણું નાટકના કલાકારોને પણ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહીત કરાયા હતા. ત્યારબાદ લય અંતાણી દ્વારા પ્રથમ મ્યુઝીકલ હાઉસી ત્યારબાદ જ્ઞાતિના ખ્યાતનામ કલાકારો દ્વારા દાંડિયારાસ યોજાયા હતા. દરમ્યાન આજે સવારે  હાટકેશ્વર મંદિરમાં જ્ઞાતિના છ અનુક્રમે સ્તવન હિરેનભાઈ માંકડ, દક્ષ સમિરભાઈ વૈદ્ય, ઉદિતરાજ ઉર્મિલકુમાર ધોળકિયા, નિશાંત આશિતકુમાર ધોળકિયા, દર્શનકુમાર હાર્દિક ધોળકિયા તથા વિવેક પ્રશન્નભાઈ ભટ્ટ બટુકોને યજ્ઞોપવીત  અપાયા હતા. ત્યારબાદ હાટકેશ્વર મંદિરથી જાહેર માર્ગો પર રવાડી નીકળી હતી જેમાં નાગર બ્રાહ્મણ મંડળ વતી અતુલભાઈ શુકલ દ્વારા હોદેદારોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ  ગેરવાળી વંડી ગરબી મંડળ દ્વારા જ્ઞાતિના હોદેદારોનું સન્માન મેહુલ રતિલાલ ઠકકર, જિગર પ્રવીણભાઈ ઠકકર અને રાજેનભાઈ ઠકકરના હસ્તે સન્માન કરી દુગ્ધપાન કરાવવામાં આવ્યું હતું. રવાડી દરમ્યાન અઝીઝભાઈ લાડકા દ્વારા પાણીની બોટલની વ્યવસ્થા, જ્ઞાતિજનોને જ્ઞાતિના નિશાંત વોરા અને મિત્રો દ્વારા દાબેલીનું ઉપરાંત વોરા સાતના ડેલા સામે વ્યવસ્થાપક મંડળ તરફથી જ્ઞાતિજનોને કુલ્ફી વિતરિત કરવામાં આવી હતી. રવાડી પરત હાટકેશ્વર પહોંચ્યા બાદ  હાટકેશ યૂથ કલબ દ્વારા છાસની વ્યવસ્થા કરાઈ હતી.  મંદિરમાં બટુકોને જ્ઞાતિ સંસ્થા અને જ્ઞાતિજનો તરફથી આવેલી ભિક્ષા તેમજ ભેટ ટ્રસ્ટીઓના હસ્તે અપાયા હતા અને બપોરે ગીતાબેન અતુલભાઈ મહેતા દંપતીના હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય હાજર રહ્યા હતા. કિશોરભાઈ વ્યાસ અને વિવેક વ્યાસ દ્વારા નોબત અને ઢોલના તાલે મહાઆરતી કરવામાં આવી હતી . ધાર્મિક વિધિવિધાન જ્ઞાતિ ગોર જીતુભાઈ વોરા દ્વારા કરાવાયા હતા.પરાગભાઈ રાણા દ્વારા તેમને સાથ આપવામાં આવ્યો હતો. જ્ઞાતિની રવાડી દરમ્યાન જ્ઞાતિના કપિલભાઈ વૈષ્ણવ દ્વારા પણ ડીજે સાઉન્ડની સેવા પૂરી પાડવામાં આવી હતી. દરમ્યાન મંદિર પર ધ્વજા ચડાવવાનો લાભ કૈલાશભાઈ વોરા પરિવારે લીધો હતો. સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. હાટકેશ જયંતીની ઉજવણીમાં જ્ઞાતિના વડનગરા નાગર મંડળ,  વડનગરા નાગર મહિલા મંડળ, હાટકેશ યૂથ કલબ, સિનિયર સિટીઝન કલબ, હાટકેશ સેવા મંડળ તેમજ જ્ઞાતિના કાર્યકરોનો સહયોગ સાંપડયો હતો. - ગાંધીધામમાં પરંપરાગત  રીતે કરાઇ ઉજવણી- હાટકેશ જયંતીની અહીંના સમસ્ત નાગર મંડળ દ્વારા પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામમાં ઝંડાચોક સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે લઘુ રુદ્રી, પૂજનનું  આયોજન થયું હતું. પૂજાવિધિનો લાભ કાજલ કૌશલ છાયા દંપતીએ લીધો હતો. આ વેળાએ  શિવ  મહિમ્ન અને શિવની  વિવિધ સ્તુતિઓનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. બપોરે ભગવાન મહાદેવની મહાઆરતી અને દીપમાળા કરાઈ હતી.સાંજે જ્ઞાતિની સામાન્ય સભા યોજાઈ હતી. સભાના અધ્યક્ષસ્થાનેથી જ્ઞાતિપ્રમુખ સુનીલ શુકલએ  સૌ જ્ઞાતિજનોને હાટકેશ જયંતીની શુભકામના આપી હતી. તેમણે ભાવિ આયોજનોનો ખ્યાલ આપી સૌના સહકારની અપેક્ષા  વ્યકત કરી હતી. આ વેળાએ વિવિધ બાબતોની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ઉજવણીમાં સૌ જ્ઞાતિજનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સમગ્ર આયોજનને  પાર પાડવા સૌ કારોબારી સભ્યો સહયોગી બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer