ગાંધીધામમાં ગરમી વચ્ચે પરસેવો પાડતા શ્રમિકોને છાશ પીવડાવાઈ

ગાંધીધામમાં ગરમી વચ્ચે પરસેવો પાડતા શ્રમિકોને છાશ પીવડાવાઈ
ગાંધીધામ, તા. 18 : શહેરના મારવાડી યુવા મંચ દ્વારા ગરમીને અનુલક્ષીને સંકુલના રાહદારીઓને  છાશ પીવડાવવામાં આવી હતી. ઉનાળાની  કાળઝાળ  ગરમીને કારણે  જનજીવન ઉપર  સારા એવા પ્રમાણમાં અસર થઈ રહી છે. ગરમ વેગીલા  પવન વચ્ચે શ્રમ કરતા શ્રમિકો અને રસ્તા ઉપરથી પસાર  થતા રાહદારીઓને ગાંધીધામના સરદાર પટેલ  સર્કલ પાસે દાતા  ગિરીશભાઈ દોશી પરિવાર (વસંત જનરલ સ્ટોર)ના સહકારથી  છાશ પીવડાવવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ જિતેન્દ્ર જૈન, મંત્રી શૈલેન્દ્ર જૈન, સહમંત્રી કેવદારામ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ ઓમપ્રકાશ સરિયાલા, મુકેશ સિંધવી, શ્રીરામ ચૌધરી, સુધીર ગોયલ, ફતેહસિંહ  રાઠોડ, ભરત મહેતા સહિતનાએ સહકાર આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer