ગઢશીશાનો તડીપાર ઘેર ઊંઘતો ઝડપાયો

ગઢશીશા (તા. માંડવી), તા. 18 : આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય અને કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાત્રિ પેટ્રોલિંગ કરી તડીપાર ઇસમો પરત ઘૂસી આવે છે કે નહીં તે અંગે ખાસ તપાસ ચાલી રહી છે. આ દરમ્યાન ગઢશીશાનો તડીપાર કનકસિંહ ઉર્ફે કનુભા ઉર્ફે કાનો પ્રતાપસિંહ જાડેજા (ઉ. વ. 38) પોતાના ઘરે શક્તિનગરથી ઊંઘતો પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસને માહિતી મળી હતી કે, જિલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરાયેલો કનકસિંહ પોતાના ઘરે છે. જેથી ગઢશીશા પોલીસે રાત્રિ પેટ્રોલિંગ દરમ્યાન કનકસિંહના ઘરની તપાસ કરતાં તે નીંદર કરતો પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી. આ કામગીરીમાં પીએસઆઇ એચ. એચ. જાડેજા, હેડ કોન્સ. અનિરુદ્ધસિંહ જાડેજા, મહિલા કોન્સ. ઇલાબેન ફાગણાભાઇ જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer