પંતને પડતો મૂકવાનું કારણ સમજાતું નથી : પોન્ટિંગ

નવી દિલ્હી, તા. 18 : દિલ્હી કેપિટલ્સના કોચ અને પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગે ભારતની વર્લ્ડ કપની ટીમમાં રિષભ પંતની પસંદગી ન થવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પોન્ટિંગે કહ્યંy છે કે આ વિકેટકીપર-બેટસમેન વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા માટે એકસ ફેકટર બની રહેત. મને જ્યારે ખબર પડી કે રિષભ પંત ભારતની ટીમમાં નથી, ત્યારે હું હેરાન રહી ગયો હતો. મારું તો માનવું હતું કે પંતનો ઇલેવનમાં પણ સમાવેશ કરાશે. પસંદગી ન થતાં મેં તુરત જ પંત સાથે વાતચીત કરી હતી. તે જરૂર નિરાશ થયો છે. જો કે તેણે એ વાત ધ્યાને રાખવી જોઇએ તેની પાસે ત્રણ કે ચાર વિશ્વકપ રમવાની ક્ષમતા છે. કોચ પોન્ટિંગે સ્વીકાર્યું કે તેનામાં ધૈર્યની ખામી છે. તેણે પરિસ્થિતિ સમજીને બેટિંગ કરવાની જરૂર છે. જો કે તેને પસંદ ન કરવા માટે શું કારણ હશે તે કહી શકાય નહીં.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer