નંબર ચાર પર કોઇ નક્કી નહીં: કોચ શાત્રી

દુબઈ, તા.18: ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાત્રીએ એ ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે જેમની પસંદગી વિશ્વ કપમાં થઇ નથી. કોચ શાત્રીએ કહ્યંy કે મારું ચાલે તો 1પના બદલે 16 ખેલાડીને પસંદ કરું. જે ખેલાડી પસંદ નથી થયા તે માઠું ન લગાડે. પંત અને રાયડુને ભારતની વિશ્વ કપ ટીમમાં જગ્યા ન મળવા પર શાત્રીએ કહ્યંy કે પસંદગી સમિતિની બેઠકમાં હું હાજર ન હતો. ફક્ત 1પ ખેલાડી જ પસંદ કરવાનો વિકલ્પ હોવાથી કોઇકને તો બહાર થવું જ પડે છે. આઇસીસી સમક્ષ અમે વર્લ્ડ કપમાં 16 ખેલાડીને પસંદ કરવાની અપીલ કરી હતી. જે ખેલાડી પસંદ નથી થયા તે હિંમત ન હારે. તમને ક્યારે પણ બોલાવવામાં આવી શકે છે. કોઇ ખેલાડીને ઇજા થાય કે અન્ય કારણે ટીમ બહાર થવું પડે તો સ્ટેન્ડ બાય ખેલાડીને તક મળી શકે છે. ચોથા નંબર પર કોણ હશે તેવા સવાલ પર કોચ શાત્રીએ કહ્યંy કે પહેલા ત્રણ નંબર પરનો બેટિંગ ક્રમ નિશ્ચિત છે. પછીના ક્રમ મેચની પરિસ્થિતિ અનુસાર નક્કી થશે. શાત્રીએ એમ પણ કહ્યંy કે ભારતીય ટીમ તેના સુકાની વિરાટ કોહલી પર જ નિર્ભર નથી. બધા ખેલાડી યોગદાન આપી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer