પહેલવાન બજરંગ પુનિયા વિશ્વ ક્રમાંકમાં ફરી નંબર વન

નવી દિલ્હી, તા. 18 : ભારતનો ટોચનો પહેલવાન બજરંગ પુનિયા યુનાઇટેડ રેસલિંગના નવા વિશ્વ ક્રમાંકમાં 6પ કિલો વર્ગમાં ફરી એકવાર ટોચ પર પહોંચ્યો છે. ગયા વર્ષે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર બજરંગ પુનિયા પ8 રેટિંગ સાથે પહેલા સ્થાને છે. ચીનમાં 23 મેથી શરૂ થઇ રહેલી એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની તૈયારી કરી રહેલો બજરંગ પુનિયા આ પહેલાં ગયા વર્ષે નવેમ્બરમાં નંબર વન બન્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer