પાક.ની વર્લ્ડ કપ ટીમમાંથી મોહમ્મદ આમિર આઉટ

લાહોર, તા. 18 : વર્લ્ડ કપની પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઝડપી બોલર મોહમ્મદ આમિરને જગ્યા મળી નથી. આ ઉપરાંત ડાબોડી ઝડપી બોલર ઉસ્માન શેનવારી અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાન પણ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવી શકયા નથી. પાક. ટીમનું સુકાનીપદ ફરી એકવાર સરફરાઝ અહેમદ સંભાળશે. પાકિસ્તાનને છેલ્લે ઇંગ્લેન્ડની જ ધરતી પર ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં મુખ્ય યોગદાન આપનાર ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને તેના તાજેતરના નબળા પ્રદર્શનને લીધે પડતો મુકાયો છે. તેણે પાછલી 14 મેચમાં ફકત પ વિકેટ જ લીધી હતી. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર 11 ખેલાડીને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી છે. ઓસ્ટ્રેલિયા સામેની પ વન-ડેની શ્રેણીમાં બે સદીથી કુલ 231 રન કરનાર યુવા બેટધર રિઝવાન પણ ટીમમાં નથી. પાકિસ્તાનની વર્લ્ડ કપ ટીમ : સરફરાઝ અહેમદ (કેપ્ટન), ફખર જમાં, બાબર આઝમ, શાદાબ ખાન, શોએબ મલિક, ફહીમ અશરફ, શાહિન અફ્રિદી, હસન અલી, આબિદ અલી, મોહમ્મદ હફિઝ, ઇમાદ વસિમ, ઝુનૈદ ખાન, મોહમ્મદ હસનૈન અને હેરિસ સોહિલ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer