ચાર વર્ષથી વન-ડે ન રમેલો કરુણારત્ને વિશ્વ કપમાં શ્રીલંકાનો કેપ્ટન !

કોલંબો, તા. 18 : શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે એક મોટો અને આશ્ચર્યજનક નિર્ણય લઇને વર્લ્ડ કપની ટીમના કેપ્ટન તરીકે મિડલ ઓર્ડર બેટસમેન દિમૂથ કરુણારત્નેની પસંદગી કરી છે. 30 વર્ષીય કરુણારત્ને 201પના વિશ્વ કપ બાદ એક પણ વન-ડે મેચ રમ્યો નથી. શ્રીલંકા તરફથી તેણે 17 વન-ડેમાં 1પ.83ની સરેરાશથી કુલ 190 રન કર્યા છે. કરુણારત્નેના સુકાનીપદ હેઠળ શ્રીલંકાની ટેસ્ટ ટીમ બે મહિના પહેલાં દ. આફ્રિકાને તેની જ ધરતી પર 2-0થી હાર આપી હતી. કરુણારત્ને વિવાદમાં પણ રહ્યો છે. તાજેતરમાં દારૂ પીને કાર ડ્રાઇવ કરી હતી, દુર્ઘટના કરી હતી. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને દંડ કર્યો હતો. શ્રીલંકાની આજે જાહેર થયેલી 1પ ખેલાડીની વિશ્વ કપની ટીમમાં કોઇને ઉપસુકાની બનાવાયો નથી. સિનિયર ખેલાડી લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યૂસ કેપ્ટનની મદદમાં રહેશે. શ્રીલંકાની ટીમમાં દિનેશ ચંડીમાલ, અકિલા ધનંજય, વિકેટકીપર નિરોશન ડિકવેલા અને બેટસમેન ઉપૂલ થરંગાને તક મળી નથી. શ્રીલંકાની વિશ્વ કપની ટીમ : દિમૂથ કરુણારત્ને (કેપ્ટન), અવિષ્કા ફર્નાન્ડો, લાહિરુ થિરિમાને, કુશલ મેન્ડિસ, કુશલ પરેરા (વિકેટકીપર), એન્જેલો મેથ્યૂસ, ધનંજયા સિલ્વા, જેફરી વાંડરેસ, થિસારા પરેરા, ઇસરુ ઉદાના, લસિથ મલિંગા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેન્ડિસ અને મિલિંદા સિરિવર્ધને.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer