જયંતી ભાનુશાળી હત્યા કેસ: બે જણો જામીન અરજી પરત ખેંચી

ગાંધીધામ, તા. 18 : પ્રદેશ ભાજપના નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર  છબીલ પટેલના બે ભાગીદારોએ કોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી  વિગતો મુજબ છબીલ પટેલના ભાગીદાર રાહુલ જેન્તીલાલ પટેલ અને નીતિન વસંતલાલ પટેલે અંજાર કોર્ટમાં અઠવાડિયા પૂર્વે જામીન અરજી કરી હતી. જો કે આજે સુનાવણી થાય તે પૂર્વે જ અરજી પરત ખેંચી લીધી હતી. દરમ્યાન રિમાંડમાં રહેલા રાજકીય અગ્રણીના  મુંબઈ અને ભુજ ખાતેના નિવાસસ્થાનો ઉપર સીટની ટુકડીએ છાનબીન કરી હોવાના અહેવાલો સાંપડયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer