ગાડી ચલાવવી હોય તો લાખ રૂપિયા આપવા પડશે તેમ કહીને ચાલકને માર મરાયો

ભુજ, તા. 18 : લખપત તાલુકાના ડેડરાણી ગામની સીમમાં મહેન્દ્ર જેહલ રવિદાસ (ઉ.વ.29) નામના ઝારખંડના મૂળ વતની ભારવાહક વાહનના ચાલકને લિફરી ગામના તખુભા જાડેજા અને તેની સાથેના એક અજાણ્યા શખ્સે સ્ટીલના પાઇપ વડે માર માર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. લિફરી ગામના રોડ ઉપરથી જો તમારે તમારી ગાડી ચલાવવી હશે તો અમને લાખ રૂપિયા આપવા પડશે તેવું કહીને આરોપીઓએ ગઇકાલે બપોરે ચાલકને માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. ભોગ બનનારા ચાલકને સારવાર માટે દવાખાને પણ ખસેડાયો હતો. દયાપર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer