મેઘપરમાં મૂકબધીર યુવતીએ જાતે ગળામાં ચપ્પુના ઘા માર્યા

ભુજ, તા. 18 : તાલુકાના મેઘપર ગામે ઇન્દીરા નગરમાં રહેતી મંજુલાબેન ભીમજી મહેશ્વરી (ઉ.વ.26) નામની જન્મજાત મૂકબધીર યુવતીએ પોતાની જાતે ગળામાં ચપ્પુ વડે ઘા મારતાં તેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.  ભોગ બનનારી યુવતીના ભાઇ પરેશ મહેશ્વરીએ લખાવેલી કેફિયત મુજબ મંજુલાબેન જન્મથી મૂકબધીર ઉપરાંત જિદી સ્વભાવની છે. દરમ્યાન આજે મધ્યાહને ઘરમાં તેણે શાકભાજી સમારવાના ચપ્પુથી પોતાના ગળાના ભાગે ગંભીર ઇજા કરી હતી. માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી છે તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer