મતદાનના બે દિવસ અખબારોમાં રાજકીય જાહેરખબર પૂર્વે મંજૂરી લેવી

ભુજ, તા. 18 : આગામી લોકસભા સામાન્ય ચૂંટણીના અનુસંધાને ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાનના આગળના દિવસે અને મતદાનના દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, વ્યક્તિઓ કે સંગઠનો દ્વારા અખબારોમાં પ્રચાર-પ્રસાર માટે આપવામાં આવનાર રાજકીય પ્રકારની જાહેરાતો રાજ્ય, જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટારિંગ કમિટી (એમ.સી. એમ.સી.) ની પૂર્વ મંજૂરી મેળવી પ્રસિદ્ધ કરાવવાની રહેશે. કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન તા. 23-4ના  છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર, તા.22 તથા 23 એપ્રિલના બે દિવસ દરમિયાન કોઈ પણ ઉમેદવાર, વ્યક્તિ કે સંગઠન દ્વારા પ્રચાર-પ્રસારના હેતુથી પ્રિન્ટ મીડિયામાં આપવામાં આવનાર રાજકીય પ્રકારની જાહેરાતો માટે જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટારિંગ (એમ.સી.એમ.સી) કમિટીની પૂર્વ મંજૂરી માટે જિલ્લા માહિતી કચેરી, બહુમાળી ભવન સામે, ભુજ-કચ્છ ખાતે સંપર્ક કરવાનો રહેશે તેવું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer