મતદાન મથક પર નિયંત્રણો માટેનું સુધારા જાહેરમાનું બહાર પડાયું

ભુજ, તા. 18 : ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર આદર્શ આચારસંહિતના અમલ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા સેલ્યુલર ફોન વગેરે વાળું તા. 15-3ના  બહાર પાડવામાં આવેલા જાહેરનામાની ક્રમ 1ની વિગતે અગાઉના જાહેરનામામાં મતદાનના દિવસે મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇને જઇ શકશે નહીં કે ઉપયોગ કરી શકશે નહીં કે વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્લુટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઇપણ ઇલેકટ્રોનિક્સ સાધનો લઇ જઇ શકાશે નહીં તેમ જણાવાયું હતું, પરંતુ હવે સુધારા જાહેરનામા અનુસાર 200 મીટર ત્રિજ્યાને બદલે મતદાન મથકમાં આ સાધનો, ઉપકરણો લઇ જઇ શકાશે નહીં તેવું સુધારાવાળું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની બાકીની શરતો, નિયમો યથાવત રહેશે. આ જાહેરનામા અનુસાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચાર્જમાં હોય તેવા અધિકારીઓ અને ફરજ પર મૂકેલા સલામતીના કર્મચારીઓ તથા અધિકૃત કરેલ ચૂંટણી ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓને લાગુ પડશે નહીં તેમ વધુમાં જણાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer