આજે હનુમાન ચાલીસાના પાઠ ઠેર-ઠેર ગુંજશે

ભુજ, તા. 18 : શુક્રવારે પવનપુત્ર હનુમાનજીની જયંતીના ઉપલક્ષમાં કચ્છભરના હનુમાન મંદિરો હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠથી ગાજી ઊઠશે. આ અવસરે વિવિધ કાર્યક્રમો હનુમાન મંદિરોમાં યોજાશે. ભુજ : શનૈશ્વર હનુમાનજી : ચતુર્થ પાટોત્સવ નિમિત્તે વાલદાસનગર પ્રગતિ મંડળ દ્વારા સવારે 8.30 વાગ્યે દેહશુદ્ધિ?પ્રાયશ્ચિત, 9.30 વાગ્યે ગણેશજી આદિ દેવપૂજન, બપોરે 11.15 વાગ્યે અગ્નિ સ્થાપન, 12.15 વાગ્યે ધ્વજ શિખર પૂજન, બપોરે 3.15 વાગ્યે હનુમાન યજ્ઞ આહુતિ, 4.15 વાગ્યે હનુમાન ચાલીસાના પાઠથી મોદક અભિષેક, 4.30 વાગ્યે જળ અભિષેકથી સૂત્રરક્ષા ચારેય દિશાની, સાંજે 5.30 વાગ્યે યજ્ઞ પૂર્ણાહુતિ, 7.30 વાગ્યે મહાઆરતી, રાત્રે 8.30 વાગ્યે મહાપ્રસાદના સહયોગી જનકસિંહ અણદુભા ઝાલા પરિવાર (બોડિયા). રામબાલા હનુમાનજી : સવારે 5.30 વાગ્યે પૂજા, શણગાર, હનુમાન ચાલીસા પાઠ સાંજે 6 વાગ્યે રણછોડવાડી, લાલ ટેકરી ખાતે. સ્વયંભૂ હનુમાન : નારાયણધામ ખાતે સમરથસિંહ સોઢા અને દાસશ્યામ કચ્છ કાઠિયાવાડના પ્રસિદ્ધ કલાકારો દ્વારા રામભાવ ભજન. દાંડીવાળા હનુમાનજી : ભીડ ગેટ સુરલભિટ્ટ રોડ ખાતે સવારે 6.30 વાગ્યે હનુમાનજી જન્મ પૂજા, 7 વાગ્યે મહાઆરતી, સાંજે 6 વાગ્યે મહાઆરતી. લક્ષ્મીનારાયણ મંદિર (પ્રસાદીનું) : હનુમાન જયંતી નિમિત્તે સવારે 9થી 11 મારુતિ હવન, સાંજે 5થી 7 સુંદરકાંડના પાઠ, 7.15 વાગ્યે આરતી, 7.30 વાગ્યે સમૂહપ્રસાદ મોચી ફળિયા, કંસારા બજાર ખાતે. ગાંધીધામ : રામભક્ત હનુમાનજી મંદિર : ગણેશનગર સમાજ દ્વારા ગણેશનગર ખાતે સવારે 10 વાગ્યે શોભાયાત્રા, આરતી, 10.15 વાગ્યે હનુમાનજીના પાઠ, સાંજે 8 વાગ્યે મહાપ્રસાદ, રાત્રે 10 વાગ્યે દાંડિયારાસ. મહાપ્રસાદના સહયોગી શૈલેશભાઇ ભગત. ગાંધીધામ-આદિપુર : પંચમુખા હનુમાન મંદિર : ટાગોર રોડ સ્થિત મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશઆનંદજી મહારાજ દ્વારા સવારે 8 વાગ્યે ધ્વજારોહણ, 9 વાગ્યે દીપ પ્રાગટય બાદ પંચકુંડી યજ્ઞ, પૂર્ણાહુતિ સાંજે 6 વાગ્યે, બપોરે 12 વાગ્યે મહાઆરતી પંચમુખા હનુમાન તથા પંચમુખી મહાદેવ-ભોગ-પ્રસાદ, ભક્તો માટે મહાપ્રસાદ. અંજાર : ગુજરાત હાઉસિંગ બોર્ડ પરિવાર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે સાંજે 7 વાગ્યે મહાઆરતી, રાત્રે 9.30 વાગ્યે સત્સંગ પ્રસાદમાં 25 કિલોનો લાડુ હનુમાનજીને અર્પણ થશે. માધાપર : આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા હનુમાનજી ઉત્સવ સવારે 7.30થી 8.15 મંત્રજાપ, 8.20થી 9 ધ્યાન, સાંજે 5થી 7.30 સુંદરકાંડ સાથે અનુષ્ઠાન પૂર્ણાહુતિ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીના સાંનિધ્યમાં ઓધવબાગ-2, આર્ષ કુટિર ખાતે. બળદિયા : વથાણ ચોક હનુમાન મંદિરે જન્મ જયંતી નિમિત્તે સાંજે 6 વાગ્યે હનુમાન ચાલીસાના પાઠ, સાંજે આરતી, પ્રસાદ. ગઢશીશા : કંડાવાળા હનુમાનજી મંદિર ખાતે સવારના 9 વાગ્યે ધ્વજારોહણ, બપોરે 12 વાગ્યે મહાઆરતી, લોટ પ્રસાદ અને મહાપ્રસાદ, રાત્રે સ્થાનિક કલાકારોની સંતવાણી. બાલાજી હનુમાન મંદિર : શિવાજીનગર ખાતે સવારે 9 વાગ્યે ધ્વજારોહણ, બપોરે 4 વાગ્યે ચંદુમા તથા પાર્વતીદેવી દ્વારા ધર્મસભા, સાંજે 7 વાગ્યે મહાઆરતી. જોડિયા હનુમાન : શક્તિનગર ખાતે ધ્વજારોહણ, હવન-હોમ, મહાપ્રસાદ, સાંજે મહાઆરતી. જીએમડીસી વસાહત ખાતે આવેલું મંદિર તથા બસ સ્ટેન્ડ પાસે આવેલું સંકટમોચન હનુમાનજી મંદિર અને કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ દિવસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમ. પોલડિયા (તા. માંડવી) : હનુમાનજી મંદિર ખાતે રાત્રે સંતવાણી. ભુજપુર (તા. મુંદરા) : 108 સંકટમોચન હનુમાન મંદિર : સોનલકૃપા પેટ્રોલપંપ પાછળ અખંડ રામધૂન દિવસના, સાંજે મહાપ્રસાદ, સંતવાણી. નખત્રાણા : લાલ હનુમાનજી મંદિર : પોસ્ટ ઓફિસ ખાતે સાંજે 7 વાગ્યે મહાઆરતી, પૂજન, રોઠ પ્રસાદ, રાત્રે 10 વાગ્યે ભાવિક ભજનિક કલાકારોની સંતવાણી લાલ હનુમાન સત્સંગ મંડળ દ્વારા. નખત્રાણા : આનંદ હનુમાનજી : વથાણ ચોક સાંજે 7 વાગ્યે મહાઆરતી, પૂજન, રોઠ પ્રસાદ. કોટડા-જ. (તા. નખત્રાણા) : 14 હનુમાન દેરીએ ધ્વજારોહણ, આરતી, પૂજન, પંચમુખા હનુમાન હવન, મહાપ્રસાદ, સંતવાણી. સમંડા (તા. અબડાસા) : મહાવીર હનુમાન મંદિરે સવારે 8.30 વાગ્યે શાંતિ હવન, બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer