કોજાચોરામાં નવનિર્મિત યક્ષદેવના મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાશે

કોજાચોરા, તા.18 : માંડવી તાલુકાના કોજાચોરા ગામે યક્ષદેવના નવનિર્મિત મંદિરે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવજોજાશે. ગામમાં આવેલા નાના-નાના યક્ષ દેવનાં મંદિરોમાં સેવા-પૂજન ન થતાં દરેક મંદિરનું એકત્રીકરણ કરી અને મંદિરનું નવ-નિર્માણ કરાયું છે.  દીપ પ્રાગટય તા.25/4ના સવારે 6.30 વાગ્યે મહંત ગિરિજાદતગિરિજી બાપુના હસ્તે, તા.26ના જલયાત્રા અને અન્ય વિધિ પૂજન અને રાત્રે 9.15 વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, જેમાં કલાકાર, જીતુગીરી ગોસ્વામી, હરિભાઈ ગઢવી વિ. રમઝટ બોલાવશે.  તા.27/4ના 8 વાગ્યે સ્થાપિત દેવતા પૂજન, શિખર પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, વિજય મુહૂર્તે નિજ મંદિરમાં મૂર્તિઓની પધરામણી, પ્રાણ-પ્રતિષ્ઠા થશે. આ પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય કેતનભાઈ એલ. જોષી (બિદડા) રહેશે. કર્માચાર્ય શાત્રી ભીમસેન મારાજ, વિદ્વાન બ્રાહ્મણો આ વિધિ સંપન્ન કરાવશે. રાત્રે દાંડિયારાસ, નિશાબેન બારોટ, સોનલબેન સંગાર વિ. કલાકારો દ્વારા યોજાશે. આ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનના મુખ્ય દાતાઓમાં 2,13,351 મસ્કત સંઘાર સમાજ તરફથી, 1,72,000 સ્વ. લક્ષ્મીબેન રતન સંઘાર કોજાચોરા, 1,65,672 ક્ષત્રિય સંઘાર નવનિર્માણ સેના- સિસલ્સ, 1,11,111 દેશરભાઈ નારણભાઈ ભગત- વાંઢ, 1,25,000, રવજીભાઈ કેશરભાઈ સંઘાર- વાંઢ, 1,51,000 મોહનભાઈ કલ્યાણભાઈ સંઘાર- વાંઢ તરફથી સહયોગ મળ્યો હતો. મંદિરનાં કાર્યમાં સંઘાર જ્ઞાતિ તેમજ અન્ય જ્ઞાતિજનોનો મોટો ફાળો મળ્યો છે. આ કાર્યનું આયોજન યક્ષદેવ મંદિર નવનિર્માણ સેવા સમિતિ દ્વારા કરાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer