24મા તીર્થંકર મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિનની કચ્છભરમાં ઉજવણી

24મા તીર્થંકર મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિનની કચ્છભરમાં ઉજવણી
ભુજ, તા. 17 : સમગ્ર વિશ્વને ક્ષમા અને આહિંસાનો સંદેશો આપનાર જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામીના જન્મકલ્યાણક દિનની કચ્છમાં સમસ્ત જૈન સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.  ભુજમાં પ્રભુજીની રથયાત્રા  ભુજના વાણિયાવાડ ડેલાના આદિનાથ જિનાલયેથી વાજતે-ગાજતે ભવ્યાતિભવ્ય પ્રભુજીનો વરઘોડો  પૂ. સાધ્વી ભગવંતોની શુભ પાવન નિશ્રામાં તથા ભુજ શહેર જૈન સાત સંઘ અધ્યક્ષ  મુકેશભાઇ ઝવેરી, પૂર્વ રાજ્યમંત્રી  તારાચંદભાઇ છેડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, નગરસેવિકા રેશ્માબેન ઝવેરી  તથા સમસ્ત જૈન  સમાજના પદાધિકારીઓ અને સમસ્ત જૈન યુવક મંડળના નેજા હેઠળ  પ્રભુજીની રથયાત્રા નીકળી હતી. રથયાત્રામાં  ધર્મધ્વજા ધારક 14 બુલેટ, પાટણની જવાહર બેન્ડ પાર્ટી,  ભુજના પાર્થ શાહના હિપ હોપરના બાળ કલાકારોના 14 સ્વપ્ન નૃત્ય, વિવિધ રાસ મંડળીઓ, ઓરકેસ્ટ્રા સાઉન્ડ, ઇન્દ્રધ્વજા, મયૂરાસન,  અષ્ટમંગલ ગાડી, પ્રભુજીનો જાજરમાન રથ, વિવિધ ફ્લોટ સાથેની શણગારેલી ઊંટગાડી, બાળકો માટે ઊંટગાડી,  ઘોડેસ્વારો, ધ્વજગાડી, ઢોલ-શરણાઇ,  નિર્વાણ કલ્યાણક, દીક્ષા કલ્યાણક ફલોટસ, બેનરો, ઘ્વજા-પતાકા, ઇન્દ્ર ધ્વજા, મયૂરાસન, મહાવીર જૈન સંગીત કલા મંડળ, ધૂપગાડી, અનુકંપા ગાડી, ત્રિસલા માતાના ચૌદ સ્વપના તથા જૈન સમાજના યુવક મંડળો દ્વારા મહાવીર સ્વામીના જીવન ચરિત્રના ઉપદેશ આપતા પ્રસંગો મુખ્ય આકર્ષણ બન્યા હતા. મહાવીર જૈન સંગીતકલા મંડળે સંગીતની સુરાવલી વહાવી હતી. વરઘોડા માર્ગે  સાત જગ્યાએ જયાણાપૂર્વક ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભુજ જૈન સાત સંઘના ચેતન શાહ, મધુભાઇ શાહ, મધુભાઇ સંઘવી, અલ્પેશ શાહ તથા સર્વે પદાધિકારીઓ,  શંતિલાલભાઇ ઝવેરી,  મહેન્દ્રભાઇ શાહ, રજનીભાઇ પટવા, ઇશ્વરભાઇ દેસાઇ, જગદીશભાઇ મહેતા, કમલ નયન મહેતા, વિનોદ મહેતા, વાડીલાલ મહેતા, કમલેશ સંઘવી, કીર્તિભાઇ શાહ, રમણીકભાઇ મહેતા, પ્રકાશ ગાંધી, પી.સી. શાહ,  દિલીપ શાહ, નવીન લાલન, ભરતભાઇ ઘીવાલા, દીપક રાજા, સુપાર્શ્વ જૈન સેવા મંડળના કૌશલ મહેતા, માનવજ્યોતના પ્રબોધ મુનવર, નવચેતનના વી. જી. મહેતા, ભરત સંઘવી, એલ. પી. શાહ, જિતેન્દ્ર ઝવેરી,  નરેશ શાહ,  જ્યોતિબેન વિકમશી, દીપક લાલન, સંદીપ દોશી, ભુજ સાત સંઘ અને મહાજનોના પ્રમુખો, મંત્રીઓ, પદાધિકારીઓ તથા સમગ્ર સંઘના શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. પ્રભુના રથના સારથિ બનવાનો લાભ સુભદ્રાબેન પ્રાણલાલ શાહ, રથમાં બેસવાનો શેઠ મગનલાલ સાકરચંદ, જમણીબાજુ ચામર ઢાળવાનો જયંતભાઇ પોપટલાલ,  ડાબી બાજુ ચામર ઢાળવાનો કનકસેન નાનાલાલ, મયૂરાસનમાં ઇન્દ્ર-ઇદ્રાણીનો કમલેશભાઇ ખુશાલ મપારા, ઇન્દ્રધ્વજ ગાડીમાં  બેસવાનો ચંપકલાલ શાંતિલાલ વોરા, તીર્થ જીનેશભાઇ શાહ ઉપરાંત સરસ્વતીબેન ચમનલાલ, ઝવેરી હસમુખલાલ દામોદર પરિવારે લાભ લીધો હતો. શેઠ મનસુખલાલ મગનલાલ, મુકેશભાઇ હરિલાલ શાહ, સરસ્વતીબેન ચમનલાલ, ઝુમખલાલ જાદવજી શાહ, પુષ્પવૃષ્ટિનો લાભ મોહનલાલ મુરજીભાઇ તથા શાહ પ્રાણલાલ હંસરાજ પરિવારોએ લીધો હતો. વરઘોડા માર્ગે વરિયાળી પાણી વ્યવસ્થા ભણશાલી રતિલાલ રામજી પરિવાર દ્વારા તથા છાશ અને ઠંડા પાણીની વ્યવસ્થા વિવિધ દાતાઓ તથા મંડળો દ્વારા કરવામાં આવી હતી. આદિનાથ જિનાલયથી મુખ્યમાર્ગે પસાર થઇ શોભાયાત્રા આદિનાથ જિનાલયે પહોંચી હતી. સમસ્ત જૈન સમાજ યુવક મંડળ દ્વારા જીવદયા પ્રવૃત્તિ,  ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને ભોજન, પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ, સંગીતમય ઓરકેસ્ટ્રા સાથે પ્રભુભક્તિ ભાવના વિગેરે કાર્યક્રમો યોજાયા હતા. સંપૂર્ણ વ્યવસ્થા સમસ્ત જૈન સમાજના યુવક મંડળના સ્મિત ઝવેરી, ધીરેન લાલન, વિરલ શેઠ, મહેશ ગઢેચા, કૈલાસ ત્રેવડિયા, ભદ્રેશ દોશી, દીપેશ શાહ તથા સર્વે કાર્યકરોએ સંભાળી હતી. સવારની નવકારશી તથા બપોરની નવકરાશી દાતા પરિવારો દ્વારા યોજાઇ હતી.માધાપરમાં જીવદયા માટે ફંડ માધાપર : ધારાસભ્ય અને આમંત્રિત અતિથિગણની ઉપસ્થિતિમાં નવકાર પ્રભાવક જયદર્શન વિ. મ.સા. (નેમિ પ્રેમી)એ માંગલિક સંતવાણી જીવદયા હેતુ ઘાસચારાની 31 ગાડીઓના દાતા પરિવારોની અનુમોદના કરાવી હતી. અહિંસા પરમોધર્મ, જિનશાસન દેવ કી જયના નારાઓ સાથે વરઘોડો નીકળ્યો હતો. ઊંટગાડી, સાજન-માજન તથા પ્રભુજીના રથની સમસ્ત જૈન સમાજના વરઘોડાએ આકર્ષણ જગાવ્યું હતું તથા મુખ્ય રસ્તાઓ ઉપર પ્રભાવના થઇ હતી. માંગલિક પ્રવચન દરમ્યાન સકળ જૈન સમાજનું સ્વામીવાત્સલ્ય જમણ યોજાયું તથા અનુકંપા દાન વગેરેથી માધાપરવાસી તમામ જૈન-અજૈનો જોડાયા હતા. અંજારમાં શોભાયાત્રાનું સ્વાગત અંજાર : શ્વેતા. મૂ. પૂ. જૈન સંઘ દ્વારા વિવિધ ઝાંખીઓ સાથે વાસુપૂજ્ય જિનાલય ખાતેથી શોભાયાત્રા નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના વાસુપૂજ્ય જિનાલય દેરાસર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ દેરાસર ખાતેથી વિવિધ ઝાંખીઓ સાથે નાની બાલિકાઓએ વિવિધ કાર્યક્રમો વેશભૂષા સાથે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજ દ્વારા સંઘજમણ યોજાયું હતું. બાળકો દ્વારા સ્વચ્છતાનો સંદેશ માંડવી : ચારૂપ્રજ્ઞાજી મ.સા., પૂ. અનંતયશાજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં ત્રણ ગચ્છ આયોજિત શોભાયાત્રા સવારે 9 કલાકે આંબા બજારથી નીકળી શહેરના વિવિધ માર્ગોએથી જિનાલયે પહોંચી હતી. શોભાયાત્રામાં રથમાં પ્રભુને લઇને બેસવાનો માતા સૂરજબેન હેમચંદ બોરીચા પરિવાર હ. લહેરીભાઇ, રથના સારથિ બનવાનો ડો. ભૂપેન્દ્રભાઇ પોપટલાલ હ. જ્યોતિબેન ભૂપેન્દ્રભાઇ તથા ધર્મધજાનો લાભ નિકેત અશ્વિનભાઇ?શાહ, પ્રભુજીને પોંખવાનો લાભ સરોજબેન શાંતિલાલ શાહ પરિવારે લીધો હતો. નાના બાળકો દ્વારા ભગવાનના 14 સ્વપ્નો તથા સ્વચ્છતાનો સંદેશ આપતાં ચિત્રો સાઈકલ પર ડ્રેસ કોડ સાથે શોભાયાત્રાની શરૂઆતમાં રહ્યા હતા. જૈન જાગૃતિ સેન્ટર મહિલા પાંખ દ્વારા શાસન ધ્વજ તથા સાફાધારી બહેનોએ શોભાયાત્રામાં આગવું આકર્ષણ ઊભું કર્યું હતું. તેમની સાથે નાના બાળકોએ વેશભૂષા હરીફાઇમાં વિવિધ ભગવાનના સ્વરૂપ બનવાનો લાભ લીધો હતો. સમસ્ત જૈન સમાજ માટે જૈનપુરી ખાતે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જય જિનેન્દ્ર ભક્તિ મંડળ માંડવી દ્વારા પાંજરાપોળમાં ગાયોને ઘાસ તથા ભૂસાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છ?કોટિ જૈન સ્થાનક ખાતે સામૂહિક સામાયિક તથા પૂજ્ય મહાસતીજીઓ દ્વારા મહાવીર ભગવાનના કલ્યાણકોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શોભાયાત્રામાં ચંદ્રેશભાઇ?શાહ, હર્નિશભાઇ?શાહ, જેન્તીભાઇ?શાહ, રાજુભાઇ આઇ. શાહ, નરેશભાઇ?શાહ, પ્રશાંતભાઇ?પટવા, ચિંતનભાઇ?મહેતા, સંજયભાઇ?મહેતા (ડગાળાવાળા), વાડીલાલભાઇ દોશી, લહેરીકાંતભાઇ?શાહ, દિનેશભાઇ?શાહ, નલિનભાઇ પટવા, નાનાલાલભાઇ?દોશી, મયૂરભાઇ?શાહ, અશોકભાઇ?શાહ, રાજુભાઇ?ભાછા, મનોજભાઇ?શાહ, રાહુલભાઇ?સંઘવી, મહેશભાઇ મહેતા વિગેરે મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કોડાયમાં સંતોના આશીર્વાદ કોડાય : અહીં ભગવાન મહાવીર સ્વામી જયંતી નિમિત્તે સવારે મહાવીર સ્વામીના દેરાસરથી ગામમાં વરઘોડો નીકળ્યો હતો. આ પ્રસંગે ક્રાંતિકારી સંત સંજયમુનિ તેમજ વિદ્યાચંદ્રવિજયજી મ.સા. (કોડાય)એ આશીર્વચન પાઠવ્યા હતા. કોડાય જૈન મહાજનના પ્રમુખ અમૂલભાઇ દેઢિયા, સાકરચંદભાઇ?શાહ, વિજયભાઇ ગાલા (જૈન અગ્રણી), વીરેન્દ્રભાઇ ?ડોમડિયા, હરખચંદભાઇ?શાહ, સુધાબેન?શાહ, છાયાબેન લાલન, નિખિલ લાલન સહિત વરઘોડામાં જોડાયા હતા.  જમણના દાતા શ્રીમતી નીનાબેન વીરેન્દ્રભાઇ રહ્યા હતા. ગઢશીશા (તા. માંડવી) : મહાવીર જયંતી ઉજવણી પ્રસંગે નીકળેલી રથયાત્રામાં જૈન સમાજના નવીનભાઇ દેઢિયા, નવીનભાઇ દેઢિયા (સી.એ.), સોહિત દેઢિયા, જયંતીલાલ ગડા, ઝવેરચંદ દેઢિયા, રાજેશ શાંતિલાલ શાહ, ઠાકરશી દેઢિયા, લાલજીભાઇ દેઢિયા, વલ્લભજી દેઢિયા વિગેરે અગ્રણીઓ જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાનોની રમઝટ મુંદરા?: અહીં જન્મજયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. મહાવીર સ્વામીના જિનાલયમાં સવારે પ્રભાતિયા, સ્નાત્રપૂજા ભણાવવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા નીકળી હતી જેમાં જૈન સમાજના હોદ્દેદારો, પ્રમુખો તથા ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં યુવાનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રભુજીને રથમાં લઇને બેસવાનો લાભ સ્વ. સોનલના સ્મરણાર્થે નીલમબેન અરવિંદભાઇ સંઘવી, પ્રભુજીને પોંખવાનો લાભ મેતા સંપતભાઇ જગશી અને પ્રભુજીના સારથિ બનવાનો, ધૂપ ધરવા, ચામર ઢાળવાનું, દર્પણ વિંઝણો, ધારાવાહીના વિવિધ?લાભ ગાંધી ભગવાનજી નેમીદાસ, જિતેન્દ્ર ચંદુલાલ સંઘવી, ગુલાબબેન નાગજી મહેતા, ચૂનીલાલ ખેતશી મહેતા, ચૂનીલાલ ચત્રભુજ મહેતા, દિનેશકુમાર કાંતિલાલ મોરબિયા પરિવારે લાભ લીધો હતો. બપોરના નવકારશી ફોફળ?ફળિયાની વાડીમાં રાખવામાં આવી હતી તથા આ ટાંકણે જીવદયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. બપોરના પંચકલ્યાણક પૂજા નીશાબેન સંઘવી એન્ડ પાર્ટી દ્વારા ભણાવાઇ હતી. રાત્રે મહિલા મંડળ દ્વારા ભક્તિ ભાવનાના ધાર્મિકના સ્તવન ગાઇને શ્રોતાઓની દાદ મેળવી હતી. કાર્યક્રમની વ્યવસ્થા જૈન યુવક મંડળે સંભાળી હતી. શોભાયાત્રામાં અન્ય સમાજના અગ્રણીઓ જોડાયા હતા અને શુભેચ્છા પાઠવી હતી. નખત્રાણા : જૈનસંઘ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રામાં શણગારેલા વાહનોમાં વિવિધ વેશભૂષામાં બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીની શોભાયાત્રામાં ફ્લોટસ ઊભા કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં જૈન પરિવારના ભાઇઓ-બહેનો-બાળકો જોડાયા હતા. દુલેન્દ્રભાઇ મહેતા, હેમાંગ મહેતા, દિલીપ મહેતા, કેતન?શાહ તેમજ ટ્રસ્ટીઓ નરેન્દ્રભાઇ મહેતા, મયૂર શાહ, દીપક શાહ, મહેન્દ્ર મહતા, દીપેશ મહેતા, કેવલ શેઠે જહેમત ઉઠાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer