ખાવડા પંથક હંમેશાં કોંગ્રેસ સાથે રહ્યો છે

ખાવડા પંથક હંમેશાં કોંગ્રેસ સાથે રહ્યો છે
ભુજ, તા. 17 : સમગ્ર કચ્છમાં કોંગ્રેસ તરફી માહોલ છે. ત્યારે હરહંમેશ કોંગ્રેસ સાથે રહેનાર ખાવડા પંથકમાં લોકસભાના ઉમેદવાર નરેશ મહેશ્વરીના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટને જંગી બહુમતીથી જીત અપાવવા આહ્વાન અપાયું હતું. આ પ્રસંગે કચ્છ લોકસભાના પ્રભારી ખુર્શીદ સૈયદે જણાવ્યું હતું કે, કચ્છની બેઠક કોંગ્રેસ સર કરવા જઇ?રહી છે ત્યારે ખાવડા, બન્ની, પચ્છમના લોકો આ વિજયમાં સહભાગી બને અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ વિસ્તારને કોંગ્રેસ દ્વારા વધુ વેગવંતો બનાવાશે તેવી ખાતરી આપી હતી. આ પ્રસંગે પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ આદમ ચાકી, સહમંત્રી હાજી અલાના હસન સમા, જિ.પં. સદસ્ય રશીદ સમા, વિપક્ષી નેતા સમા જુમા હાજી અલી, મહારાષ્ટ્ર માજી મંત્રી અશ્વિનભાઈ વિ.એ પ્રવચનમાં જણાવ્યું હતું કે, અછતની કપરી પરિસ્થિતિમાં ભાજપે આ વિસ્તારની  સતત અવગણના કરી હતી. અહીંના લોકો પશુઓ પાણી અને ઘાસ માટે વલખા મારતા હતા ત્યારે મુખ્યમંત્રી જાહેરાત પણ 20 દિવસ પછીની કરતાં આ વિસ્તારોમાં નારાજગી ફેલાઇ?હતી. ઉદ્ઘાટન પ્રસંગે હાલેપોત્રા  સાલેમામદ, ફકીરમામદ, હાલેપોત્રા રમજાન ઇસા, ઇસા મેરણ મુતવા, ગુલાબ મીઠા જત, રાયબ ભુંગર સુમરા, ઓબાયા આમદ હાલેપોત્રા, લાખાજી સોઢા વિ. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer