કેન્દ્ર સરકારે કચ્છની માંગ સંતોષી છે

કેન્દ્ર સરકારે કચ્છની માંગ સંતોષી છે
ભુજ, તા. 17 : ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાઓ દ્વારા ભચાઉ ખાતે સંયુક્ત મોરચા વિજય વિશ્વાસ સંમેલનમાં કચ્છ લોકસભા ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશમાં અર્થતંત્રને સુદ્રઢ કરી દેશના દુશ્મનોને ધાકમાં લાવી દેશને વધુ સુખી - સમૃધ્ધ કરવા શ્રેષ્ઠ એવી સરકાર સંસ્થાપિત છે. ગરીબોના ઘરમાં અજવાળું-સુખના સરવાળા થાય એવી બહુમૂલ્ય સરકાર સંસ્થાપિત છે. પ્રજાની આંખમાં  આંસુઓને સ્થાને આશાઓના માળા બંધાયા છે, કારણકે ગુજરાતનાં સપૂત વડાપ્રધાન પરિવારવાદ નહીં પણ રાષ્ટ્રવાદમાં જીવે છે.  દેશની 130 કરોડની જનતા મોદીજીનો વિરાટ પરિવાર છે તેમ જણાવતા ઉમેદવાર શ્રી ચાવડાએ પોતે કરેલા પાંચ વર્ષના કાર્ય અને સરકારની ઉપલબ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે, યુપીએ સરકારમાં કચ્છ ભુજ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર બંધ થઈ ગયું તે એન.ડી.એ. સરકારમાં શરૂ થયું ત્યારથી 35000થી વધુ પાસપોર્ટ બન્યા છે, જ્યારે સામત્રા પાસેના ટાવર દ્વારા 103.7 મેઘા હર્ટ્ઝ 0.5 કિલો મેઘાવોટથી એફ.એમ. રેડિયો સેવા શરૂ કરી ઘણા વર્ષોની કચ્છની જનતાની માંગ પૂરી થઈ છે, કચ્છના છાત્રોને ઉચ્ચ અભ્યાસ માટે બહાર ન જવું પડે માટે સ્થાપિત ક્રાંતિવીર શ્યામજી ક્રુષ્ણવર્મા યુનિવર્સિટીને યુજીસીની માન્યતા આપી છે. અબડાસા-ડુમરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલય અને છાત્રનિવાસ માટે આપણી માગણી સંદર્ભે 3 કરોડ 95 લાખ મંજૂર થયા છે, કંડલા એરપોર્ટ મરામત અને કંડલા-મુંબઈ હવાઈ સેવા શરૂ થઈ જ્યારે ભુજ-દિલ્હી વાયા મુંબઈ સેવા શરૂ થઇ છે, સમગ્ર માનવજાતની સમસ્યાઓને સમજનારા મહાન વિચારક ભગવાન મહાવીર સ્વામીએ જગતને આહિંસા નો ઉપદેશ આપ્યો, તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતી પ્રસંગે સમાજને શુભકામના શ્રી ચાવડા તથા રાજ્યમંત્રી વાસણભાઈ આહીરએ પાઠવી હતી. વાસણભાઈએ વિવિધ મોરચા મહાસંમેલનને સંબોધતા અવિરત પણે જનસંપર્કમાં આપ જોડાયેલા છો ત્યારે વધુને વધુ મતદાન માટે લોકોને જાગૃત કરવાનું માર્ગ દર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટી કચ્છના સંયુક્ત મોરચા દ્વારા આયોજિત વિજય-વિશ્વાસ સંમેલનમાં ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી અરજણભાઈ રબારી, દિવ્યાબા જાડેજા, દિલીપભાઇ ત્રિવેદી, પ્રતાપભાઈ ઠક્કર,  જિલ્લા ભાજપ મહામંત્રી અનિરુધ્ધ દવે, યુવા મોરચા અધ્યક્ષ રાહુલ ગોર, ભાવેશ આચાર્ય, ઉમિયાશંકર જોશી, જનકાસિંહ જાડેજા, કુલદીપાસિંહ જાડેજા, મોમાયાભા ગઢવી, અ.જા. મોરચાના પ્રમુખ સામત મહેશ્વરી, ગાંધીધામ-ભચાઉ જિલ્લા ભાજપ તથા વિવિધ મોરચાના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer