પાંચ વર્ષમાં થયેલા લોકલક્ષી-વિકાસ કામો વર્ણવાયા

પાંચ વર્ષમાં થયેલા લોકલક્ષી-વિકાસ કામો વર્ણવાયા
મોટી વિરાણી, તા. 17 : આગામી લોકસભાની ચૂંટણીમાં કચ્છ જિલ્લા-મોરબીના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના પ્રચાર અર્થે પાવરપટ્ટીના પાલનપુર, ઓરીરા (વેડહાર), બિબ્બર, ખારડિયા, વંગ, ડાડોર, ગોધિયાર, ચંદનનગર, દેવીસર, અરલ, જતાવીરા, વેડહાર, ફુલાય, તલ સહિત તેર જેટલા ગામોનો પ્રવાસ કરી મોટી વિરાણી ગામે યોજાયેલી પ્રચાર સભામાં દેશની સુરક્ષા, વિકાસ અને ગરીબ લોકોના થયેલા ભલાઈના કામોના આધારે રાષ્ટ્રવાદમાં નિષ્ઠા ધરાવતા ભાજપના ઉમેદવારોને જંગી બહુમતિથી વિજયી બનાવી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા વક્તાઓ દ્વારા હાકલ કરાઈ હતી. પડોશી દેશ પાકિસ્તાન દ્વારા આપણા દેશને અપાતી ધમકીઓ, આતંકવાદને પોષણથી થયેલ પારાવાર નુકસાન, તંગદીલીથી દેશમાં ભયભીત લોકોને નિર્ભયતા અપાવી પાંચ વરસના સમયમાં થયેલા હરણફાળ વિકાસ કામો, નબળા પરિવારમાં ગભીર માંદગીના અનિવાર્ય સમયે સારવાર માટે રૂા. પાંચ લાખની મા કાર્ડ યોજના, ખેતી પશુપાલન ક્ષેત્રે સરકાર દ્વારા આર્થિક સહાયની યોજના વર્ણવતાં ભાજપના અગ્રણીઓ જિ.પં.ના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિ. ભાજપના ઉ.પ્રમુખ દેવજીભાઈ પટેલ, ન.તા. ભાજપના પ્રમુખ રાજેશભાઈ પલણ, તા.પં.ના પ્રમુખ નયનાબેન પટેલ, પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજિયાણી, ધીરજભાઈ પટેલ, જિ.પં.સા.ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા, રણજિતસિંહ જાડેજાએ માટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની પ્રચારસભામાં દેશને સુરક્ષા  અને વિકાસગતિએ લઈ જવા ભાજપને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. અગ્રણીઓએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ શાસનકાળમાં પરિવારવાદ, રાજસતાની મહત્ત્વાકાંક્ષા, જાતિવાદનું રાજકારણ જેવા અનેક અનિષ્ટોથી દેશને થયેલ પારાવાર નુકસાનનું વર્ણન કરી કોંગ્રેસને જાકારો આપી ભાજપને મત આપવા અપીલ કરી હતી. પ્રારંભે નખત્રાણા તા.પં.ના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજિયાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. લઘુમતી મોરચા (નખત્રાણા તાલુકા) પૂર્વ પ્રમુખ મામદભાઈ ખત્રીએ પ્રજાલક્ષી વિકાસ કામોની સિદ્ધિઓ વર્ણવી હત. મોટી વિરાણી ગ્રા. વિકાસ મંડળના પ્રમુખ પરસોત્તમ નાકરાણી, કિસાન સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ સોમજિયાણી, શક્તિ કેન્દ્રના પ્રમુખ જયેશ કાનાણી દ્વારા જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહને સાલ ઓઢાડી  ગ્રામજનો વતી સન્માન કરાયું હતું. સભામાં લો.મ.ના ઉપપ્રમુખ તરુણ રાજદે, દલિત સમાજના કાનજી બળિયા, મેઘુભા સોઢા, હરિસિંહ રાઠોડ, બુધુભાઈ બળિયા, મહિલા અગ્રણી લક્ષ્મીબેન પટેલ, મંગળાબેન વાઘેલા, કંચનબેન સોમજિયાણી તથા જેઠાબાપા સોમજિયાણી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ પ્રવીણભાઈ નાકારાણીએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer