ભચાઉની સમૂહશાદીમાં 35 યુગલો જોડાયા

ભચાઉની સમૂહશાદીમાં 35 યુગલો જોડાયા
સામખિયાળી (તા. ભચાઉ), તા. 17 : કારવાને ગૌશિયા કમિટી નાની ચીરઇ તથા અજવા ફાઉન્ડેશન ભચાઉ દ્વારા ભચાઉ મધ્યે માનસરોવર ગ્રાઉન્ડમાં છઠ્ઠી અખિલ કચ્છ મુસ્લિમ સમૂહ શાદી યોજાઇ હતી. જેમાં 35 યુગલોના નિકાહ થયા હતા. કાર્યક્રમના સદરે જલસા પીર સૈયદ હાજી અલીઅકબરશા તથા પીર સૈયદ હાજી અલીઅસગરશા  બાવાના વડપણ હેઠળના આયોજનમાં નિકાહની અદાયગી માટે ફરજંદે મુફતીએ કચ્છ સૈયદ હાજી અનવરશા હાજી અહમદશા બાવા (માંડવીવાળા)એ કરી હતી. વકીલ તરીકે સૈયદ હાજીઅલી અસરગર બાપુ, ગવાહ તરીકે કોરેજા હાજી હારૂન અને અન્સારી હાજી અલીમોહમદ (ટેલિફોનવાળા) રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આન શરીફથી મદીના મસ્જિદ નાની ચીરઇના મૌલાના અલીમોહમદ અકબરીએ કરી હતી. નાઅતશરીફ, મીર ઐયુબભાઇ તથા અસગરભાઇ રાજા તરફથી રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કારવાને ગૌશિયા કમિટી અને સુન્ની મુસ્લિમ જમાત નાની ચીરઇના પ્રમુખ સૈયદ લતીફશા બાપુએ કર્યું હતું. તેઓએ બંને સંસ્થાઓ દ્વારા થતા સમાજ ઉપયોગી કાર્યોની રૂપરેખા આપી હતી અને આ કાર્યોમાં સખી દાતાઓનો સહયોગ મળી રહે છે તે બદલ સર્વેનો આભાર માની આવા સમાજ ઉપયોગી કાર્યો કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ સ્ટેજ ઉપર બેઠેલા 35 દુલ્હાઓનું ફૂલહારથી સ્વાગત અજવા ફાઉન્ડેશનના પ્રમુખ સૈયદ શેરઅલી બાપુ તથા સૈયદ અમીરશા બાપુ અને સૈયદ આઝાદ બાપુના હસ્તે થયું હતું. સૈયદ હાજી અનવરશા બાવાનું શાલથી સન્માન સુન્ની મુસ્લિમ જમાત ભચાઉ તરફથી મહેબૂબભાઇ મલેક તથા અકબરભાઇ  બલોચના હસ્તે કરવામાં આવ્યું હતું. સન્માનપત્ર સૈયદ હાજી અલી અકબરશા તથા સૈયદ હાજી અલી અસગરશા બાવના  હસ્તે અપાયું હતું. માંડવી, મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા કે જેઓને હમણા ક્ષત્રિય સમાજ વતી `સમાજ રત્ન' એવોર્ડ આપવામાં આવ્યો હતો, તથા 115 યુગલોના સમૂહલગ્ન કરાવી સમાજને નવો રાહચીંધ્યો તે બદલ કારવાને ગૌશિયા કમિટી અને અજવા ફાઉન્ડેશના તરફથી વિશિષ્ટ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. તેમના વતી તેમના પુત્ર જાડેજા કુલદીપસિંહએ સન્માન સ્વીકાર્યું હતું. પાલુભાઇ ગઢવી (ભજનાનંદી)નું પણ વિશિષ્ટ સન્માન થયું હતું. પાલુભાઇને આ સન્માનપત્ર શેખ લતીફશા, સૈયદ શેરઅલી બાપુ તથા કમિટીના હાદ્દેદારો વતી અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનોમાં મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમાભાઇ રાયમાએ આવા સરસ આયોજન બદલ મુબારકબાદી પાઠવી હતી. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ઉર્ફે રાજાભાઇએ આ સમૂહલગ્નમાં જોડાયેલા યુગલો તથા તેમના વાલીઓને આવાં આયોજનમાં સંપૂર્ણ સાથ-સહકાર આપી અને સમાજ ઉપયોગી થવા હાકલ કરી હતી. ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાનો શુભેચ્છા સંદેશો પાઠવાયો હતો. નુસરત એજ્યકેશન ટ્રસ્ટના પ્રમુખ અસગરભાઇ નૂરાની, ભાજપ અગ્રણી હરદેવસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ ફતુભા જાડેજાએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપ્યા હતા. કાર્યક્રમમાં ભચાઉ તા.પં. પ્રમુખ જાડેજા ભરતસિંહ નટુભા, મોટી ચીરઇના માજી સરપંચ વાઘુભા જાડેજા, ભચાઉના પી.આઇ. શ્રી સુથાર, ગુલામ હુશેન અન્સારી, મામદભાઇ આગરિયા, અકબરભાઇ મંધરા, હાજી સિદીકભાઇ ત્રાયા, હાજી ખમીશાભાઇ શિકારપુર, ગાંધીધામ કોંગ્રેસના મહામંત્રી શિવરાજસિંહ જાડેજા, શરીફભાઇ નોતિયાર, આમ આદમી પાર્ટીના કે.કે. અન્સારી, કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી, સિદિકભાઇ નારેજા, સાદિકભાઇ રાયમા, કચ્છમિત્રના પત્રકાર શેખ અઝીમભાઇ, ધવલભાઇ ઝવેરી, તાજમહંમદ બાપુ (કટારિયા) તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સૈયદ લતીફશા બાપુ, સૈયદ શેરઅલી બાપુ, મહેબૂબ મલેક, ઇમરાન ભટ્ટી, ફિરોજ રાજા, હનીફ રાજા, હનીફ ઘાંચી, કારવાને ગૌશિયા કમિટીના કુંભાર કરીમભાઇ ઓસમાણ, હાજી ગફુર જુમા પરીટ?સહયોગી બન્યા હતા. સંચાલન ડો. હુશેનભાઇ અન્સારી - નાની ચીરઇવાળાએ તથા આભારવિધિ સૈયદ શેરઅલી બાપુએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer