ભુજમાં કરણીસેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એકતા પર ભાર

ભુજમાં કરણીસેનાના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે એકતા પર ભાર
ભુજ, તા. 17 રાજપૂત કરણીસેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રમુખના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સંસ્થાના કાર્યાલયનું ઉદ્ઘાટન  અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.  આ પ્રસંગે ક્ષત્રિય સમાજમાં શિક્ષણ અને એકતાને મજબૂત કરવાની જરૂરત પર ભાર મુકાયો હતો.  મહેમાનોએ 111 બોટલ રક્તદાન કર્યું હતું.  કરણીસેનાએ તેમના યુવા નેતા વીરભદ્રાસિંહ જાડેજાના જન્મ દિવસની ઉજવણી ભારે ઉત્સાહભેર મનાવી હતી.  આ પ્રસંગે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ સમારંભના અધ્યક્ષપદેથી સંબોધનમાં યુવાનો દ્વારા શુભ પ્રસંગોની ઉજવણીમાં રક્તદાન જેવી સામાજિક પ્રવૃત્તિ હાથ ધરાય તે માટે આનંદ વ્યક્ત કર્યો હતો.  આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, માંડવી મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા  અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, હઠુભા જાડેજા વગેરેએ શુભેચ્છા આપી હતી.  વીરેન્દ્રાસિંહ જાડેજાના હસ્તે રાજપૂત કરણી સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.  ભુજના કિલ્લાના રક્ષણ માટે શહીદી વહોરનાર પીર લધાશાના વારસદાર અનવર શેખનું કરણી સેના વતી કચ્છ ઇતિહાસ પરિષદના અધ્યક્ષ સાવજાસિંહ જાડેજાએ ખાસ સન્માન કરીને કચ્છની કોમી એક્તા જાળવવા પર ભાર મૂક્યો હતો.    આ પ્રસંગે મહેમાનો અને કરણી સેનાના સભ્યોએ રક્તદાન કરીને 111 બોટલ લોહી એકઠું કર્યું હતું. કાર્યક્રમમાં આગેવાનો જોરૂભા રાઠોડ, બાપાલાલભાઇ જાડેજા, પરાક્રમાસિંહ જાડેજા, રાજેન્દ્રાસિંહ જાડેજા, ચેતનાબા જાડેજા, જોરૂભા વાઘેલા, હરિશ્ચન્દ્રાસિંહ જાડેજા, શિવભદ્રાસિંહ જાડેજા, હનુમંતાસિંહ જાડેજા, વિક્રમાસિંહ જાડેજાએ શુભેચ્છા આપી હતી.   સંચાલન મનુભા જાડેજાએ કર્યું હતું. વ્યવસ્થા મેરૂભા જાડેજા, જયરાજાસિંહ વાઘેલા, શિવભદ્રાસિંહ જાડેજા, કલુભા જાડેજા, નરપતાસિંહ સોઢા, મહેન્દ્રાસિંહ જે. જાડેજા વગેરેએ સંભાળી હતી.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer