ભુજમાં હાટકેશ જયંતીની પૂર્વસંધ્યાએ એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઇ

ભુજમાં હાટકેશ જયંતીની પૂર્વસંધ્યાએ એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઇ
ભુજ, તા. 17 : હાટકેશ જયંતીની ઉજવણીના અનુસંધાને તા. 16ના અહીંના વડનગરા નાગર મહિલા મંડળ દ્વારા એકપાત્રીય અભિનય સ્પર્ધા યોજાઇ હતી. મંડળ પ્રમુખ બંસરીબેન ડી. ધોળકિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. 20 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ નંબરે વિજેતા?ઉષ્માબેન માંકડ, દ્વિતીય પ્રીતિબેન ઝાલા, તૃતીય રોશનીબેન ઝાલા, ચોથા ક્રમે હર્ષાબેન છાયા, પાંચમા ક્રમે હેમાલીબેન અંતાણી, છઠ્ઠા ક્રમે દક્ષાબેન ધોળકિયા વિજેતા થયા હતા. જ્ઞાતિના મહિલાઓ તરફથી વિજેતાને ઇનામ અપાયા હતા તથા ભાગ લેનાર દરેકને આશ્વાસન ઈનામ  અપાયા હતા. કારોબારી સભ્યો રાખીબેન વૈદ્ય, કાજલબેન છાયા, ભૈરવીબેન વૈશ્નવ, રાજકુમારીબેન અંતાણી, મનીષાબેન ધોળકિયા, દર્શનાબેન હાથી, હેમલબેન વૈદ્ય તથા સ્મિતાબેન બૂચે સહયોગ આપ્યો હતો. સલાહકાર માલિનીબેન અંતાણી, સરલાબેન છાયા, ભારતીબેન છાયા, જ્યોતિબેન ભટ્ટ તેમજ હોદ્દેદારો બંસરીબેન ધોળકિયા, સ્મિતાબેન વૈશ્નવ, હર્ષાબેન વૈશ્નવ, જિજ્ઞાબેન અંજારિયા અને ગીતાબેન ધોળકિયાએ સાથ-સહકાર આપ્યો હતો. નિર્ણાયક તરીકે કલ્પનાબેન શાહ અને ભૂમિબેન ચોક્સીએ સેવા આપી હતી. સંચાલન મંત્રી તૃષા એમ. વૈદ્યે કર્યું હતું. જ્ઞાતિબહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આભારવિધિ કારોબારી સભ્ય નીશાબેન એચ. ધોળકિયાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer