કપરા કાળમાં `તેરા તુજકો અર્પણ'' હેઠળ એકસાથે 31 ગામમાં લીલા-સૂકા ચારાની ટ્રકો રવાના કરાઇ

કપરા કાળમાં `તેરા તુજકો અર્પણ'' હેઠળ એકસાથે 31 ગામમાં  લીલા-સૂકા ચારાની ટ્રકો રવાના કરાઇ
માધાપર (તા. ભુજ), 17 : આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા તેરા તુજકો અર્પણ ગૌસેવા અભિયાન હેઠળ 31 ગામોમાં એકસાથે ઘાસની ગાડીઓ રવાના કરાઇ?હતી. સૂકા ઘાસની 12 ગાડીઓ ભુજોડી, ઝુરા કેમ્પ, પાયરકા, સરલી, મદન, ગુંતલી, દેશલપર, ચંગલેશ્વર, સુમરાસર શેખ, નખત્રાણા તેમજ લીલા ઘાસની ધીણોધર થાન, માધાપર યક્ષ મંદિર નીરણ કેન્દ્ર, ભીરંડિયારા, મિસરિયાડો, 19 ગાડીઓ વર્ધમાનનગર, લાખોંદ, ભુજ-સુપાર્શ્વ સેવા મંડળ, હરિપર, ભુજ કોવઇનગર, માધાપર જૂનાવાસ, માધાપર નવાવાસ, ઘડા, ભુજ પાંજરાપોળ, કેરા, વાડાસર, દેશલપર, સેનેટોરિયમ, જદુરા વગેરે, કૂવાથડા, ડાકડાઇ, માનકૂવા, સેડાતા ગામોમાં મોકલવામાં આવી હતી. ઘાસની ગાડીઓને લીલીઝંડી આપવા જયદર્શન મ.સા., ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, સમસ્ત જૈન સમાજ માધાપરના  પ્રમુખ હિતેશભાઇ ખંડોર, મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ વસંતભાઇ મહેતા, તેરાપંથ જૈન સંઘના પ્રમુખ સુરેશભાઇ મહેતા, સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિમતલાલભાઇ ખંડોર, જૈન અગ્રણી કમલેશભાઇ સંઘવી, સંજયભાઇ મહેતા, ભૂપેન્દ્રભાઇ શાહ, ભરતભાઇ ગાંધી, વસંતભાઇ ભાભેરા, દિનેશભાઇ વાડીલાલ શાહ, શશિકાંતભાઇ શેઠ, હસમુખભાઇ વોરા,  નવીનભાઇ પટવા, દિલીપભાઇ ભીંડે, દાદુભા ચૌહાણ, વસંતભાઇ સોની, કાલુભા વાઘેલા, મયૂરભાઇ?જોશી, કેતનભાઇ શાહ, કમલેશભાઇ કોરડિયા, મહેશભાઇ ખંડોર, આનંદભાઇ લોદારિયા, વીનેશભાઇ?શાહ, રોહિતભાઇ?શાહ, નીતિનભાઇ મહેતા, જિનેશભાઇ શેઠ, મેહુલભાઇ લોદરિયા, દર્શકભાઇ સંઘવી સહિત જ્ઞાતિજનો જોડાયા હતા. શોભાયાત્રા બાદ જૈન ઉપાશ્રયમાં સાધુ જયદર્શન વી. મ.સા.એ માંગલિક ફરમાવતાં માધાપર જૈન સમાજ પ્રેરિત તેરા તુજકો અર્પણ ગૌસેવા અભિયાનની અનુમોદના કરી હતી.  સમસ્ત જૈન સમાજ માધાપરના  પ્રમુખ હિતેશભાઇ ખંડોરે પ્રવચનમાં જૈન એકતા અને અખંડિતતાની ભાવના સાથે સમાજ દ્વારા જે સમાજ ઉપયોગી અને જીવદયાની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તે બદલ ગૌરવ અને આનંદની લાગણી વ્યકત કરી હતી. પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાંજે અંધજન મંડળ સંચાલિત વિકલાંગ વિદ્યાવિહાર, કન્યાકુંજ અને વિકલાંગ પુન:વસન કેન્દ્ર પર બુંદીના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચૂનીલાલ સ્વરૂપચંદ ભાભેરા પરિવાર, સ્વ. કમળાબેન રમણીકલાલ મહેતા પરિવાર, મહેતા જાદવજી હેમચંદ પરિવાર દ્વારા જીવદયામાં સહયોગી દાન અપાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer