ગાંધીધામમાં મહાવીર જયંતીની ઉમંગે ઉજવણી

ગાંધીધામમાં મહાવીર જયંતીની ઉમંગે ઉજવણી
ગાંધીધામ, તા. 17 : જૈન સમાજના પૂજનીય ભગવાન મહાવીરની 2618મી જન્મ જયંતીની  ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી અંતર્ગત શોભાયાત્રા, રકતદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન મહાવીરની જન્મ જયંતી નિમિત્તે સંકુલના મુખ્ય માર્ગ ઉપરથી ઢોલ શરણાઈના સૂરો વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં  બાઈક, સાઈકલ સાથે બહોળી સંખ્યામાં આસ્થાળુઓ જોડાયા હતા. યાત્રામાં મતદાન જાગૃતિ  સહિતની ઝાંખીઓ રજૂ કરાઈ હતી.  આ દિને  મહારક્તદાન કેમ્પનું  પણ આયોજન કરાયું હતું.  આ મહોત્સવમાં જૈન સમાજ, જૈન સોશિયલ ગ્રુપ, મૂર્તિપૂજક જૈન સંઘ, જૈન શ્વેતામ્બર તેરાપંથ સભા, કચ્છ દિગમ્બર જૈન સમાજ, છ કોટિ સ્થાનક સંઘ, આઠ કોટિ સ્થાનક સંઘ, રાજસ્થાન જૈન નવયુવક મંડળ, તેરાપંથ યુવક પરિષદ, વિહાર ગ્રુપ, વાગડ બે ચોવીસી સમાજ, વાગડ સાત ચોવીસી સમાજના  લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમમાં ચંપાલાલજી પારેખ, મૂલચંદ વોરા, સુરેશ નાહટા, ડો. ચેતન વોરા, વિજય મહેતા, મધુકાંત શાહ, મહેશ પુંજ, સમીર શાહ, રાજેશ શાહ  વગેરેનો આયોજનમાં સહકાર સાંપડયો હતો.  શહેરના મારવાડી યુવા મંચ દ્વારા 1000થી વધુ લોકોનો શુદ્ધ પાણીથી આતિથ્ય સત્કાર કરાયો હતો તેમજ શોભાયાત્રામાં  દાતા ભરતભાઈ મોરબિયાના સહયોગથી  350થી વધુ બાળકોને શૈક્ષણિક અને કલર કિટ  તથા ચોકલેટ વિતરણ કરાઈ હતી. આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ જિતેન્દ્ર જૈન, મંત્રી શૈલેન્દ્ર જૈન, પૂર્વ પ્રમુખ નંદલાલ ગોયલ, પ્રશાંત અગ્રવાલ, મુકેશ પારેખ, સહમંત્રી પારસ જોયા, કેવદરામ પટેલ, ખજાનચી સંદીપ બાગરેચા  સહિતનાએ સહકાર આપ્યો  હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer