મેઘપર(કું)માં ઊભરાતી ગટરથી નારાજગી

મેઘપર(કું)માં ઊભરાતી ગટરથી નારાજગી
ગાંધીધામ, તા. 17 : અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામના ગોપાલ પાર્કમાં ઊભરાતી ગટર સમસ્યાથી  સ્થાનિકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. આ મુદ્દે  મહાકાલ ગ્રુપ દ્વારા  તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી. મહાકાલ ગ્રુપે  તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે    ગટરની  ચેમ્બરોમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે  દુર્ગંધયુકત ગંદા પાણી મુખ્ય માર્ગ ઉપર જમા થવા લાગ્યાં છે. મુખ્ય  રસ્તામાં ગંદકીનું  સામ્રાજ્ય પ્રસ્થાપિત થતાં  સ્થાનિક રહીશોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત ગંદકીના  કારણે મચ્છરોનો ઉપદ્રવ થતાં રોગચાળાની ભીતિ ઊભી થઈ છે. ઊભરાતી  ગટરનું દૂષિત પાણી સોસાયટીના પાણીના ટાંકામાં ભળી જતું હોવાના કારણે ગંદું પાણી  પીવું પડી રહ્યું છે. આ મુદ્દે ગ્રામ પંચાયતમાં વખતો-વખતો રજૂઆત કરવા  છતાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવતી નથી. આગામી  દિવસોમાં આ મુશ્કેલી અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગ્રામ પંચાયત વિરુદ્ધ અદાલતના દ્વારે જવાની  ચીમકી  પણ પત્રમાં અપાઈ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer