ઇન્સાને કરેલા કર્મો લઇને જવાનું છે

ઇન્સાને કરેલા કર્મો લઇને જવાનું છે
અંજાર, તા. 17 : માનવી માટે કુદરતે બક્ષેલી તમામ વસ્તુઓ માનવીના ઉપયોગ માટે હોય છે. તેમાં માનવીએ દિલ લગાડવું જોઇએ નહીં. કેમ કે દરેક માનવીએ તમામ સુખાકારી છોડીને એક દિવસ મોતને ગલે લગાવી દુનિયા છોડીને જવાનું છે. માત્રને માત્ર ઇન્સાનો સાથે એમણે કરેલા કર્મો લઇને જ કબ્રમાં જવાનું છે. ઇન્સાનોએ દિલ અલ્લાહની ઇબાદતમાં લગાવવું જોઇએ તેવું અંજાર આવેલા વિશ્વના ખ્યાતનામ મુસ્લિમ ધર્મગુરુ ગાઝી-એ-મિલ્લતના નામથી જાણીતા સૈયદ હાસમી મિંયાએ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે 250 જેટલા પ્રતિષ્ઠિત લોકો સાથે સંવાદ કર્યો હતો. મુસ્લિમ સમાજ અગ્રણી હાજી મોહમ્મદભાઇ આગરિયાના ફાર્મહાઉસ ખાતે અલ્લામા ગાઝી-એ-મિલ્લતે સંદેશો આપતાં કહ્યું કે અલ્લાહ (કુદરત)એ માનવીને અનમોલ બનાવ્યો છે, જેમણે અલ્લાહે બક્ષેલી ખુશીઓનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો જોઇએ. દુનિયાના માનવીઓ માટે શ્રેષ્ઠ જીવન જીવવા માટેનો તરીકો અલ્લાહના અંતિમ રસુલ નબ્બી-એ-કરીમ મોહમ્મદ રસુલિલ્લાહ સ.અ.વ. દ્વારા બતાવેલા તરીકા  પર જીવન નિર્વાહ કરવા પર છે. તેમણે ઇન્સાનિયતની ભલાઇ, ખુશહાલી, બરકતો અને કામિયાબી માટે દુઆ-એ-ખૈર માગી હતી. શુભેચ્છા કાર્યક્રમમાં સમાજના સામાજિક, રાજકીય અગ્રણીઓ સૈયદ સાદવી-એ-કિરામ, ઉલ્મા-એ-કિરામ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, એડવોકેટ્સ, વેપારીઓ, મુફતી સલમાન સાહેબ, હાજી જુમ્માભાઇ રાયમા, રફીકશા સૈયદ, મહેબુબશા સૈયદ, લતીફશા સૈયદ, હેદરશા પીર, નાસીરખાન, રફીકભાઇ બારા, શાહનવાઝ શેખ, અઝીમ શેખ, અશરફશા જાયશી, આમદભાઇ જત, શાદિકભાઇ રાયમા, હબીબશા સૈયદ, ગુલામશા શેખ, અબ્દુલભાઇ આગરિયા, હુસેનભાઇ આગરિયા, હાજી ઇસ્માઇલ ખત્રી, હાજી ઇલિયાસ ખત્રી, ડો. તૌસિફ, ડો. હનિફ, ડો. શેખ, અમીરમિંયા સિપાહી વગેરે સાથે સંવાદ કર્યો હતો. આયોજક શ્રી આગરિયાએ આભાર વ્યક્ત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer