ભુજમાં આમ આદમી માટે પાણીની પરબનો પ્રારંભ

ભુજમાં આમ આદમી માટે પાણીની પરબનો પ્રારંભ
ભુજ, તા. 17 : જાયન્ટસ ગ્રુપ ઓફ ભુજ અને જાયન્ટસ ગ્રુપ ઓફ સાહેલી દ્વારા ઠંડા પાણીની પરબ આગામી ત્રણ માસ એપ્રિલ, મે, જૂન માટે ભુજની આમ જનતા માટે વાણિયાવાડના વિકાસ એપાર્ટમેન્ટ પાસે શરૂ કરવામાં આવી છે. સવારે 8થી સાંજે 7 સુધી મિનરલ ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જાયન્ટસ ગ્રુપ ભુજના પ્રમુખ ડો. મધુકાંત આચાર્ય મુખ્ય દાતા લક્ષ્મણભાઇ માવાણી, ગંગારામભાઇ ચૌહાણે સુવિધા ખુલ્લી મુકી હતી. આ પ્રોજેકટનું સંચાલન શૈલેન્દ્ર રાવલ કરી રહ્યા છે. હાલ 50 હજારના બજેટ સાથે 1 લાખ લિટર પાણી પીવડાવવામાં આવશે. ઉપપ્રમુખ હેમંત ઠક્કર, પૂર્વ પ્રમુખ પ્રભુભાઇ માકાણી, ફેડ. ઓફિસર ગિરીશભાઇ વૈશ્નવ, જાયન્ટસની સ્થાપનાના સભ્ય સંસ્થાપક સુભાષભાઇ વોરા, મંત્રી વિનોદ ચૌહાણ, પી. કે. ચૂડાસમા, સંયુક્ત સચિવ પ્રદીપ જોશી, કલાવૃંદના પ્રમુખ અશોક માંડલિયા, બિપીન ઠક્કર, સાહેલી ગ્રુપના યુનિટ ડાયરેકટર મીનાબેન વાઘમશી, લીલાબેન પટેલ, ભારતીબેન વ્યાસ, અલ્પાબેન પટેલ, દિલશાનબેન ખોજા ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer