અંજાર સુધરાઇમાં પાણીમુદ્દે હોદ્દેદારો વચ્ચે ઉગ્ર ચર્ચા ?

અંજાર, તા. 17 : શહેરમાં સખત ગરમી-ઉનાળાની સિઝન વચ્ચે સુધરાઇ દ્વારા વિતરણ કરાતા પાણીની વ્યવસ્થામાં સમસ્યા સર્જાતાં સુધરાઇ દ્વારા ટેન્કર મારફતે પાણી વિતરણ કરાય છે અને શહેરીજનોની પાણીની સમસ્યા દૂર કરવા કાર્યવાહી કરાતી હોય છે. પરંતુ આ સેવાના ઓઠા હેઠળ ખુદ સુધરાઇના જ બળૂકા નગરસેવકો-સેવિકાઓ પોતાના સગાં-સંબંધી તેમજ મળતિયાઓના ઘરે નિયમિત ટેન્કરો ફાળવતા હોય છે. ખુદ સુધરાઇના હોદ્દેદારો અને કર્મચારીઓ પણ કબૂલ કરે છે કે કેટલાય નગરસેવકો આ પાણીની વિતરણ વ્યવસ્થા ટેન્કર મારફત કરાતી હોય છે તેનો દુરુપયોગ કરી રોકડી કરી લે છે. સુધરાઇ કચેરીમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ ગેરરીતિ અટકાવવા શહેરમાં વિતરણ કરાતા તમામ ટેન્કરોની 120ની રસીદ બનાવીને જ સપ્લાય કરવાનું નક્કી કરાયું હતું. આ અંગે સુધરાઇના હોદ્દેદારો વચ્ચે અંદરોઅંદર જ ઉગ્ર સ્વરૂપે ચર્ચા બાદ વાત મારામારી સુધી પહોંચી હોવાની માહિતી પણ?પ્રાપ્ત થઇ હતી. આ અંગે સુધરાઇના પાણી પુરવઠા સમિતિના ચેરમેન અશ્વિનભાઇ?પંડયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, પાણી વિતરણમાં બે દિવસથી લાઇટના કારણે વ્યાપક ફરિયાદો મળી હતી તેમજ નયા અંજાર ગંગોત્રી વિસ્તારમાં મેઇન લાઇનમાં મૂળિયા-માટી ભરાઇ?જવાથી પાણી વિતરણમાં સમસ્યા ઊભી થઇ હતી. પરંતુ હવે મરંમત કામ પૂરું થઇ ગયું હોઇ મોટા વિસ્તારમાં પાણીની કોઇ સમસ્યા રહેશે નહીં. ટેન્કરોના વિતરણના આક્ષેપોને તેમણે બેબુનિયાદ ગણાવ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer