સણવામાં જળત્રાવના કામમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરો

સણવા (તા. રાપર), તા. 17 : આ ગામમાં ચાલતા જળત્રાવના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાથી બંધ?કરાવવા જિલ્લા જળત્રાવ વિકાસ એકમના પ્રોજેક્ટ ડાયરેક્ટરને સણવા જૂથ ગ્રામ પંચાયતે રજૂઆત કરી હતી. સરપંચ રામજીભાઇ?મકવાણા અને સભ્યોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સણવામાં હાલમાં ચાલતા વોટર શેડના કામમાં પ્રમુખ દ્વારા અધિકારીઓને સાથે રાખીને મોટા પ્રમાણમાં ખોટું કામ કરવામાં આવી રહ્યું છે, રણ વિસ્તારમાં મોટા ખાડા કરીને તથા જૂના તળાવો રિપેર કરીને નાણાં ઉપાડી લેવામાં આવે છે, તપાસ એજન્સીઓ એનો અહેવાલ બનાવે છે. આ કામ ચાલુ કરવા માટે કોઇ?ગ્રામજનો કે વોટર?શેડ સમિતિના સભ્યો કે ગ્રામ પંચાયતના સભ્યોને જાણ કરવામાં આવી નથી. ઐઅગાઉ?ગ્રામ પંચાયતના નવા સરપંચ દ્વારા તા. 5/3/2018ના ગ્રામસભામાં નવી મંડળી તેમજ નવા ચૂંટાયેલા સરપંચને વોટર?શેડના નવા નિયમ મુજબ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. જે બાબતે ધ્યાન આપવા તથા હાલમાં ચાલી રહેલા કામને અટકાવી બિલોને મંજૂર ન કરવા તથા ભ્રષ્ટાચારની કામગીરી સામે કાયદાકીય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer