ભુજમાં યુવતી ઉપર હુમલો : માર મારીને વાળ કાપ્યા

ભુજ, તા. 17 : શહેરમાં શંકા અને વ્હેમ રાખીને 19 વર્ષની વયની ભાવનાબેન કાનજી કોળી ઉપર હુમલો કરી તેને માર મારી તેના વાળ કાપી નખાયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. દાદુપીર રોડ ઉપર શેખ ફળિયામાં આજે સવારે બનેલી આ ઘટના બાબતે હુમલો કરનારામાં લખીબેન ભુરા, હરિભાઇ ભુરા, રમેશ સુમાર કોળી અને રૂપાબેન બાબુના નામ પોલીસ સમક્ષ પ્રાથમિક તબક્કે લખાવાયા છે. સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલી ભાવનાબેને એવી કેફિયત લખાવી છે કે ખોટા વ્હેમ-શંકા રાખીને તેના ઉપર આ હુમલો કરાયો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer