શિવલખા પાસેથી હાથ બનાવટની બંદૂક સાથે એકની ધરપકડ

ગાંધીધામ, તા. 17 : પૂર્વ કચ્છ પોલીસે વાગડમાંથી બે તમંચા સાથે વધુ એક શખ્શની ધરપકડ કરી હતી. સ્થાનિક ગુનાશોધક શાખાએ ભચાઉ તાલુકાના શિવલખા નજીક આ કાર્યવાહી કરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આગામી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્વક યોજાય તે માટે ગેરકાયદે હથિયારો રાખતા ઈસમો ઉપર વોચ રાખવાની સૂચનાના આધારે એલ.સી.બીની ટુકડી પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમીના આધારે ભચાઉ તાલુકાના શિવલખા ગામની સીમ નજીક આવેલી વસવટા વાંઢમાં દરોડો પાડયો હતો. આરોપી માનસંગ બીજલ કોલીના કબ્જામાંથી હાથ બનાવટની બે બંદૂક કબ્જે કરાઈ હતી. બંદૂકની કીંમત રૂ.7 હજાર આંકવામાં આવી છે. આરોપીને લાકડિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer