માંડવી કોર્ટના તિરસ્કાર બદલ ધારાશાત્રીને કારણદર્શક નોટિસ બાદ દંડ

ભુજ, તા. 17 : માંડવી સ્થિત ન્યાયાલયમાં એક કેસની કોર્ટ કાર્યવાહી દરમ્યાન ઊંચા અવાજે વાત કરી અદાલતને દબાવવાના પ્રયાસો કરવા સહિતના આરોપસર ધારાશાત્રીને કોર્ટ દ્વારા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી અને ખુલાસા બાદ રૂા. 200ના દંડની શિક્ષા કરાઇ હતી. માંડવીના જયુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટકલાસ કુ. યુ.બી.દેવડા દ્વારા ધારાશાત્રી કે.એન.ગઢવીને આ નોટિસ અપાઇ હતી અને ખુલાસો કરવા માટે તાકીદ કરાઇ હતી. ઊંચા અવાજે કોર્ટરૂમમાં વાત કરી અદાલતને દબાવવાની અને ધાકધમકી કરવા સહિતના આરોપ નોટિસમાં મૂકવામાં આવ્યા હતા. બાદમાં ધારાશાત્રી દ્વારા કરાયેલા ખુલાસા પછી તેમને કલમ 228 મુજબ રૂા. 200ના દંડની સજા કરાઇ હતી અને દંડની રકમ ન ભરાય તો ધરપકડ વોરન્ટ કાઢવાનું જણાવાયું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer