વીમા કંપની અને બેન્ક સામે જિલ્લા ફોરમ દ્વારા ચુકાદો

ભુજ, તા. 17 : હોમ સુરક્ષા પ્લસ પોલિસી અનુસંધાને ઊભા થયેલા એક કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા એચ.ડી.એફ.સી.બેન્ક અને ઇરગો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની વિરુદ્ધમાં અને ગ્રાહક અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામના સચેન્દ્રકુમાર સિંગની તરફેણમાં ચુકાદો અપાયો હતો. મકાન ઉપર લેવાયેલી લોનના કિસ્સામાં ગ્રાહક સચેન્દ્રકુમારનું અવસાન થયા બાદ તેમના પત્ની બબિતા સિંગ દ્વારા પોલિસી મુજબ વીમા કંપની બાકીના હપ્તા ભરે તેવી માગણી કરી હતી. જેને ન સ્વીકારાતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. ફોરમે પોલિસી તળેની રકમ વ્યાજ, ખર્ચ વગેરે સાથે ચૂકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં ગ્રાહકના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, ઋષિ જે. ઉપાધ્યાય, કુન્દન એસ.ધનાણી, સંકેત સી. જોશી, સાજીદ આઇ. તુરિયા અને હેતલબેન કે. વાઘેલા રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer